Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized
Showing posts with label મેથીના ઉપયોગ. Show all posts
Showing posts with label મેથીના ઉપયોગ. Show all posts

Wednesday, August 1, 2018

મેથીના વિવિધ ફાયદા

 Priti     August 01, 2018     મેથી, મેથીના ઉપયોગ     No comments   


મેથી
મેથી વાયુના અને કફના પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. મેથીનું મુખ્ય કાર્ય પાચન સંસ્થાન પર થાય છે. 


     આમાશયનું રાસસ્ત્રાવ આનાથી વધે છે. સબળ થાય છે. અને આગળ આંત્રમાં યકૃત પિત્ત વધારે પ્રમાણમાં મળે છે અને આનાથી આ રીતે આમપાચન થાય છે. પેટમાં થતા નાના નાના કરમનો નાશ કરી આંતરડામાં આકુંચન પ્રક્રિયા કરે છે. આહાર રસમાંથી શોષણ પ્રક્રિયા વધુ થવાથી મલ ગાઢ બને છે.

        આનાથી રસ સબળ બને છે.  રસના સબળ બનવાથી રક્તાદિ ધાતુઓ બલવાન બને છે. ધાતુગત પચન ક્રિયા સતેજ બને છે.  આનાથી ધાતુગત વિષ અને મળ બળી જાય  છે.  આ રીતે મેથી આમતાવાદી રોગોમાં લાભ આપે છે. અને શરીરને નિરોગી બનાવે છે.

મેથીના ઉપયોગ :

        મેથીના લોટનો પાક તથા તેના લાડુ બનાવી ખાવાથી શરીર માં બળ આવે છે. વાયુના દર્દો મટે છે. કમરનો દુખાવો કળતર સંધિવા મટે તે લેવાય છે.  સુવાવડ પછી સ્ત્રીઓને તેના લાડુ ખાવા અપાય છે તેથી રજ દોષ દૂર થાય છે.  અને ગર્ભાશય સંકોચન થાય છે.

  • વાત કંટક: જેને કેલ્કેનિઅલ્સપર અથવા ઓસ્ટીઓફાઇડ કહેવામાં આવે છે. આમાં એડીની નીચે હાડકું વાંકું અને કંટક સમાન વધેલું હોય છે. આમાં દરરોજ અર્ધા અર્ધા તોલા મેથીનું ચૂર્ણ દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી આ રોગ મટે છે.
  • અર્શ અથવા મસ્સામાં મેથીના બીનો ઉકાળો બનાવી લેવું આને દૂધમાં ઉકાળો બનાવી પીવાથી હરસમાં લોહી પાડવાનું બંધ થાય છે.
  • જીર્ણ આમવાત : આમવાતની તીવ્રવસ્થા દૂર થયા પછી આમ અને લીન વિષ રક્તાદિ ધાતુઓમાં હોય, હૃદય નિર્બળ હોય ત્યારે દરદીને મેથીનું પાક આપવું. મેથી અને સૂઠનું ચૂર્ણ પાંચ પાંચ ગ્રામ દિવસમાં બેવાર ગોળ મેળવી લેવું.
  • જીર્ણ આમાતિસાર મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે-સાંજે છાશ સાથે લેવું. છાશમાં જીરૂ અને સિંધાલૂણનો ઉપયોગ કરવો. જેમાં આમ વધવાથી પેટમાં તકલીફ થાય છે. અને આમવાતનું દસ્ત આવે છે. તેવા વિકારમાં મેથી હિતાવહ છે.
  • માલવરોધ આંતરડા નબળા હોય તો મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે સાંજે લેવું. ગોળ અથવા પાણી સાથે થોડા દિવસ લેતા રહેવું. મેથીથી લીવરને બળ મળે છે.
  • સૂતિકા દૌર્બલ્ય: મેથીના લાડુ ખાવાથી અગ્નિમાંદ્ય, હાથ પગની તૂટ, કમરમાં દુખાવો, પેટમાં ભારેપણું વગેરે દૂર થઈ શરીર સ્વસ્થ બને છે. 

મેથીના ઐષધી પ્રયોગો :

હાથ-પગની કળતર :
મેથીને પ્રથમ ઘીમાં શેકી લઈ, તેનો લોટ કરી લેવો પછી તેમાં ઘી-ગોળ ઉમેરીને લાડુ બનાવી લેવાં. આ લાડુ 8-10 દિવસ ખાવાથી હાથ-પગની કળતર, કમરનો દુઃખાવો, સંધિવાતની તકલીફ મટે છે.

બહુમૂત્રતા :
મેથી 3ભાગ, સૂઠ 1 ભાગ અને અજમો-1 ભાગનું ચૂરણ બનાવી મધ કે પાણી સાથે દિવસમાં 2-3 વાર લેવાથી લાભ થાય છે.

ડાયાબિટીસ :
મધુપ્રમેહમાં  રોજ રાત્રે 15-20 ગ્રામ મેથી, 2 ગ્રામ હળદર, 1 કપ પાણીમાં પલાળી રાખી, સવારે તે મસળી, પાણી ગાળી લો. તે પાણી રોજ નરણે કોઠે પી જવું. મેથીનું શાક બનાવી ખાવું. મેથી શેકીને મુખવાસ તરીકે વાપરવી. દર્દની પૂરી પરેજી પાડવી. તેથી પેશાબમાં થતી સાકર બંધ થાય છે.

લૂ લાગવી :
મેથીને પાણીમાં 10-12 કલાક પલાળી રાખી, મેથી મસળી, તેનું પાણી ગાળી, તેમાં સાકર તથા મધ ઉમેરી દરદીને વારંવાર પાવાથી લૂની અસર દૂર થશે.

ધાવણ વધારવા :
મેથીનો લોટ 30 ગ્રામ, 250 ગ્રામ દૂધમાં રાત્રે પલાળી દેવો. બીજે દિવસે તે દૂધ ઉકાળવું અને માવા જેવું બને ત્યારે તેમાં 3 ચમચી શેકી, તેમાં 20 થી 30 ગ્રામ ગોળ નાખી, ગરમ કરી માતાએ દરરોજ ખાવું.
 21 દિવસ ખાવાથી માતાને ખૂબ ધાવણ વધે છે.

પાયોરિયા :
રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ચાવીને ખાવી. રાત્રે સૂતી વખતે 2 ગ્રામ મેથી સાકર મેળવીને ખાવાથી લાંબા ગાળે લાભ થશે.






Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger