આમાશયનું રાસસ્ત્રાવ આનાથી વધે છે. સબળ થાય છે. અને આગળ આંત્રમાં યકૃત પિત્ત વધારે પ્રમાણમાં મળે છે અને આનાથી આ રીતે આમપાચન થાય છે. પેટમાં થતા નાના નાના કરમનો નાશ કરી આંતરડામાં આકુંચન પ્રક્રિયા કરે છે. આહાર રસમાંથી શોષણ પ્રક્રિયા વધુ થવાથી મલ ગાઢ બને છે.
આનાથી રસ સબળ બને છે. રસના સબળ બનવાથી રક્તાદિ ધાતુઓ બલવાન બને છે. ધાતુગત પચન ક્રિયા સતેજ બને છે. આનાથી ધાતુગત વિષ અને મળ બળી જાય છે. આ રીતે મેથી આમતાવાદી રોગોમાં લાભ આપે છે. અને શરીરને નિરોગી બનાવે છે.
મેથીના લોટનો પાક તથા તેના લાડુ બનાવી ખાવાથી શરીર માં બળ આવે છે. વાયુના દર્દો મટે છે. કમરનો દુખાવો કળતર સંધિવા મટે તે લેવાય છે. સુવાવડ પછી સ્ત્રીઓને તેના લાડુ ખાવા અપાય છે તેથી રજ દોષ દૂર થાય છે. અને ગર્ભાશય સંકોચન થાય છે.
- વાત કંટક: જેને કેલ્કેનિઅલ્સપર અથવા ઓસ્ટીઓફાઇડ કહેવામાં આવે છે. આમાં એડીની નીચે હાડકું વાંકું અને કંટક સમાન વધેલું હોય છે. આમાં દરરોજ અર્ધા અર્ધા તોલા મેથીનું ચૂર્ણ દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી આ રોગ મટે છે.
- અર્શ અથવા મસ્સામાં મેથીના બીનો ઉકાળો બનાવી લેવું આને દૂધમાં ઉકાળો બનાવી પીવાથી હરસમાં લોહી પાડવાનું બંધ થાય છે.
- જીર્ણ આમવાત : આમવાતની તીવ્રવસ્થા દૂર થયા પછી આમ અને લીન વિષ રક્તાદિ ધાતુઓમાં હોય, હૃદય નિર્બળ હોય ત્યારે દરદીને મેથીનું પાક આપવું. મેથી અને સૂઠનું ચૂર્ણ પાંચ પાંચ ગ્રામ દિવસમાં બેવાર ગોળ મેળવી લેવું.
- જીર્ણ આમાતિસાર મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે-સાંજે છાશ સાથે લેવું. છાશમાં જીરૂ અને સિંધાલૂણનો ઉપયોગ કરવો. જેમાં આમ વધવાથી પેટમાં તકલીફ થાય છે. અને આમવાતનું દસ્ત આવે છે. તેવા વિકારમાં મેથી હિતાવહ છે.
- માલવરોધ આંતરડા નબળા હોય તો મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે સાંજે લેવું. ગોળ અથવા પાણી સાથે થોડા દિવસ લેતા રહેવું. મેથીથી લીવરને બળ મળે છે.
- સૂતિકા દૌર્બલ્ય: મેથીના લાડુ ખાવાથી અગ્નિમાંદ્ય, હાથ પગની તૂટ, કમરમાં દુખાવો, પેટમાં ભારેપણું વગેરે દૂર થઈ શરીર સ્વસ્થ બને છે.
મેથીના ઐષધી પ્રયોગો :
હાથ-પગની કળતર :
મેથીને પ્રથમ ઘીમાં શેકી લઈ, તેનો લોટ કરી લેવો પછી તેમાં ઘી-ગોળ ઉમેરીને લાડુ બનાવી લેવાં. આ લાડુ 8-10 દિવસ ખાવાથી હાથ-પગની કળતર, કમરનો દુઃખાવો, સંધિવાતની તકલીફ મટે છે.
બહુમૂત્રતા :
મેથી 3ભાગ, સૂઠ 1 ભાગ અને અજમો-1 ભાગનું ચૂરણ બનાવી મધ કે પાણી સાથે દિવસમાં 2-3 વાર લેવાથી લાભ થાય છે.
ડાયાબિટીસ :
મધુપ્રમેહમાં રોજ રાત્રે 15-20 ગ્રામ મેથી, 2 ગ્રામ હળદર, 1 કપ પાણીમાં પલાળી રાખી, સવારે તે મસળી, પાણી ગાળી લો. તે પાણી રોજ નરણે કોઠે પી જવું. મેથીનું શાક બનાવી ખાવું. મેથી શેકીને મુખવાસ તરીકે વાપરવી. દર્દની પૂરી પરેજી પાડવી. તેથી પેશાબમાં થતી સાકર બંધ થાય છે.
લૂ લાગવી :
મેથીને પાણીમાં 10-12 કલાક પલાળી રાખી, મેથી મસળી, તેનું પાણી ગાળી, તેમાં સાકર તથા મધ ઉમેરી દરદીને વારંવાર પાવાથી લૂની અસર દૂર થશે.
ધાવણ વધારવા :
મેથીનો લોટ 30 ગ્રામ, 250 ગ્રામ દૂધમાં રાત્રે પલાળી દેવો. બીજે દિવસે તે દૂધ ઉકાળવું અને માવા જેવું બને ત્યારે તેમાં 3 ચમચી શેકી, તેમાં 20 થી 30 ગ્રામ ગોળ નાખી, ગરમ કરી માતાએ દરરોજ ખાવું.
21 દિવસ ખાવાથી માતાને ખૂબ ધાવણ વધે છે.
પાયોરિયા :
રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ચાવીને ખાવી. રાત્રે સૂતી વખતે 2 ગ્રામ મેથી સાકર મેળવીને ખાવાથી લાંબા ગાળે લાભ થશે.

0 comments:
Post a Comment