હળદર એ રસોઈનું મહત્વપૂર્ણ અને આવશ્યક પદાર્થ છે. હળદરને મસાલાની મહારાણી ગણવામાં આવે છે. હળદર રસોડાની શાન છે. હળદર માણસની સુંદરતા જાળવી રાખવા માટે અને સુંદરતા જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે.
હળદર ફક્ત ભોજન માટે જ નથી પણ દિવ્ય અને ગુણકારી ઐષધિ છે. હળદર દરેક બીમારીઓ માટેની રામબાણ દવા છે.
હળદર એન્ટિઓક્સિડન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એંટીઈંફ્લામેટરી છે.
હળદરમાં પ્રોટીન, વિટામિન c, e, k, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ઝીંક, કોપર, કેલ્શિયમ જેવા તત્વો આવેલા છે.
હળદરને કાચી ખાઈ શકાય છે. પાવડર બનાવી ઉપયોગ કરી શકાય છે. અને પેસ્ટ બનાવી પણ ઉપયોગ કરી શકાય છે.
તેવીજ રીતે હળદર ખાય પણ શકાય છે અને લગાવી પણ શકાય છે. તેનાથી કેટલાક રોગો અને બીમારીઓ મટે છે.
તેના કેટલાક પ્રકાર છે જેમ કે કાળી હળદર, આમા હળદર વગેરે. દવાઓમાં જે સત્વો સમાયેલા છે. તે બધા જ સત્વ હળદરમાં સમાયેલા છે.
હળદરનાં ફાયદા :
-હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરનાં અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. જો મેદસ્વમાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર ને ઘામાં ભરી દેવાથી વાગેલા ઘા રૂઝાય જાય છે. માંદગી અડતી નથી. હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. ખૂબ જાડા હો, તમારા વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી લો. તમે જેટલી હળદર ખાસો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે.
આયુર્વેદની ઐષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઐષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે.
તંદુરસ્તી મટે હળદરનાં ઉપયોગ :
હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, મોઠાના ચાંદા, અવાજ બેસી જવો વગેરે રોંગોમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર દેહનો રંગ સારો કરનાર, ખંજવાળ મટાડનાર, કફ,પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ,પ્રમેહ,કૃમિ, પાંડુરોગ અને અપચોનો નાશ કરનાર છે.
હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.
દરરોજ સવારે ખાલી પેટે નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે. ગેસની સમસ્યા દૂર થાય છે. કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે. શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.
શેકેલી હળદરનું ચૂર્ણ અને કુંવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે.આ મિશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.
મધ સાથે ગરમ દૂધ હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.
કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદર ચૂર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.
એકથી બે ચમચી લીલી હળદરનાં ટુકડા સવાર-સાંજ ખૂબ ચાવાથી કફ, પ્રમોષ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, ખંજવાળ, અપચો વગેરે ઘટે છે.
નિયમિત પોષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે.
અડધી ચમચી હળદરનું ચૂર્ણ, અરડૂસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર સાંજ લેવાથી કફનાં રોગો ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.
આમળાં અને હળદરનું સમાન ભાગે બનેલું 1-1 ચમચી ચૂર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ ઘટે છે.
હળદર, મીઠું અને પાણી મિશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.
સૂતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચૂસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.
સમાન ભાગે હળદર અને ગોળ ગોમુડામા મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.
હળદર, ફટકડી અને પાણી મિશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટાભાગના રોગો મટે છે.
હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.
હળદર અને સાકરને ચૂસવાથી અવાજ ખુલે છે. સ્વર સારો થાય છે.
એક મહિના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈ કે કઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.
પ્રમેહમાં આમળાં અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ ઉત્તમ લાભ કરે છે.
આમળાં અને હળદરનો ઉકાળો બનાવી સવાર-સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે. અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.
કફના રોગો જેવા કે શરદી, સળેખમ, ફ્લુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દૂધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.
હળદર,સુખડ,રાસાજનનું ચૂર્ણ ગુલાબ જળમાં ભેળવી ખીલ પર લગાવવું ખીલ ઝડપથી ગાયબ થઈ જશે.
દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.
હળદરને શુદ્ધ ઘીમાં મિશ્ર કરી હરસ-મસા પર લગાડવાથી બહુ જલદી રાહત મળે છે. અને બળતરા પણ દૂર થાય છે.
ત્વચાના કોઈ પણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે.
હળદર, મુલતાની માટી, ગુલાબજળ નો પેક બનાવી લગાવવાથી કાળાં ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે.
વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીરસ અથવા કોઈ પણ એલરજીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.
હળદર ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ, કુંડાળાં મટે છે.
હળદર, નિર્મળીનાં બી, લોધ્ર, મજીઠની લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.
ખીલમાં હળદર, મંજિડ, ધાણા, સરસવ,લોધ્ર, કપૂર કાચલી, નિર્મળીનાં બી વગેરેને ગુલાબજડ સાથે ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે.
લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે.
હળદર, લોધ્ર, જાંબુના પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલી, કાળી માટી મિક્સ કરી પાણીથી નાહવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો થાય છે.
શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવવાથી ત્વચા ફાટતી નથી સાથે જ ત્વચા સ્વચ્છ અને ચમકીલી બને છે.
બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું ત્યારબાદ તેમાં કપડાંની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખો ને ઠંડક મળે છે. અને આંખો સ્વચ્છ રહે છે.
ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર-ખરજવું થતું તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિક્સ કરી નાહવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.
અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં ભેળવીને લગાવી 10 મિનિટ બાદ નાહવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ
મટી ત્વચા ખીલમુક્ત બને છે.
