ઘઉંના જવારાના ફાયદા :
ઘઉંના જવારાનો રસ એ પ્રકૃતિના ઉદરમાં છુપાયેલા ઔષધિના અખૂટ ભંડારમાંથી માનવને મળેલી એક અનૂપમ ભેટ છે.
ઘઉંના જવારાના રસમાં રોગોનો પ્રતિકાર કરીને તેમને નાબૂદ કરવાની એક અજબ શક્તિ છે. શરીર માટે એ એક શક્તિશાળી ટોનિક છે. એમાં કુદરતી સ્વરૂપમાં કાર્બોહાઇડ્રેડ, ઘણાંખરાં બધાં જ વિટામિનો અને ક્ષારો તથા ઉચ્ચ પ્રોટીન રહેલાં છે. એના સેવનથી અસંખ્ય લોકોએ વિવિધ પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવી છે.
જેમ કે,
મૂત્રાશયની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ, દમ, કમળો, લકવો, પાયોરિયા અને દાંતના બીજા રોગો,પેટનો દુખાવો, પંચંતત્રની નબળાઈ-અપચો, ગેસ,વિટામિન એ, બી વગેરેની ખામી,શારીરિક અને માનસિક નબળાઈ,આંખોની નબળાઈ, વાળ ધોળા થઈને ખરી પડવા, લાગેલા જખમ તથા દાઝેલી ચામડી
હજારો માંદા તેમજ નિરોગી લોકોએ પોતાના રોજિંદા ખોરાકમાં ફેરફાર કર્યા સિવાય ઘઉંના જવારાના રસથી ઘણાં ટૂંકા સમયમાં ચમત્કારિક લાભ મેળવ્યા છે. સ્વાનુભવથી તેઓ કહે છે કે જવારાના રસથી આંખ, દાંત અને વાળને ઘણો ફાયદો થાય છે. બંધકોષ મટી જાય છે. ઘણું વધારે કામ કરી શકાય છે. છતાં થાક લાગતો નથી.
ઘઉંના જવારા ઉગાડવાની રીત :
માટીના નવ કુંડા અથવા છાબડી લો. તેમાં ખાતર ભેળવેલી માટી નાખો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો. પહેલાં દિવસે એક કુંડામાં બધી માટી ઢંકાઈ જાય એટલા ઘઉં વાવવા, પાણી રેડવું અને કુંડાને છાયામાં મૂકવું. સૂર્યનો તાપ કુંડાને વધારે ન લાગે તેની કાળજી રાખવી.
આજ પ્રમાણે બીજા દિવસે બીજું કુંડુ વાવવું, એમ નાવમાં દિવસે નવમું કુંડુ વાવવું. બધાં કુંડાને દરરોજ પાણી પાવું નવમાં દિવસે પહેલાં કુંડામાં ઉગેલા ઘઉં કાપીને વાપરવા. ખાલી પડેલાં કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવાં. બીજા દિવસે બીજું કુંડુ, ત્રીજા દિવસે ત્રીજું કૂંડું એમ ચક્ર ચાલ્યા કરે
આ પ્રક્રિયામાં ક્યાંય પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ન કરવો. બપોરના સૂર્યનો સખત તાપ ન લાગે, સવાર કે સાંજના સૂર્યનો મંદ તાપ લાગે એવી જગ્યાએ કુંડાઓને રાખવાં.
સામાન્ય રીતે આઠ દશ દિવસમાં ઘઉંના જવારા પાંચથી સાત ઇંચના થશે. આવડા જવારામાં વધારેમાં વધારે ગુણ હોય છે. જવારા સાત ઈંચથી જેમ જેમ મોટા થતાં જાય તેમ તેમ તેનો ગુણ ઓછો થતો જાય છે. માટે પૂરેપૂરો લાભ લેવા જવારા સાત ઈંચથી મોટા થાય તે પહેલાં વાપરવા જોઈએ.
જવારા માટીની સપાટી પરથી કતાર વડે કાપી શકાય અથવા મૂળ સહિત ખેંચી લઈને પણ વાપરી શકાય. ખાલી પડેલાં કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવા. આ રીતે દરરોજ ઘઉં વાવવાનું ચાલું રાખવાથી એક વખત શરૂ કર્યા પછી હંમેશા જવારા મળ્યા કરશે.
ઘઉંના જવારા બનાવવાની રીત :
જયારે સમયની અનુકૂળતા હોય ત્યારે જ જવારા કાપવા. કાપ્યા પછી તરત જ ખાંડવા. ખાંડેલા જવારાને કપડાથી ગાળીને રસ નીચોવી લેવો. આ પ્રમાણે એ જ જવારાને ત્રણેક વખત ખાંડીને નિચોવવાથી ઘણોખરો રસ નીકળી આવશે. ચટણી બનાવવાના કે તેવા બીજા મશીનથી પણ રસ કાઢી શકાય. રસ કાઢ્યા પછી વિલંબ કર્યાં વિના તરત જ પરંતુ ધીમે ધીમે પીવો. અનિવાર્ય કારણ સિવાય એક ક્ષણ પણ રસ પડી રહેવા દેવો નહિ. કારણ કે ક્ષણે ક્ષણે રસની ગુણવતા ઓછી થતી જાય છે. નરના કોઠે આ રસ પીવાથી વધારે ફાયદો થાય છે.
દિવસમાં ગમે ત્યારે જવારાનો રસ લઈ શકાય છે. પરંતુ રસ પીધા પહેલાં અને પીધા પછી અડધો કલાક સુધી કઈ ખાવું પીવું ન જોઈએ. શરૂઆતમાં કેટલાકને રસ પીધા પછી ઉબકા આવે છે, ઉલટી થાય છે. શરદી થાય છે. પરંતુ આથી ગભરાવું નહિ. શરીરના કેટલાક ઝેર એકઠાં થયાં હોવાની આ નિશાની છે. શરદી, ઝાડા, ઊલટી થવાથી શરીરમાં એકઠાં થયેલાં ઝેર નીકળી જશે.
જવારાના રસ કાઢતી વખતે તેમાં મધ, આદું, નાગરવેલનાં પાન(ખાવાનાં pan) ઉમેરી શકાય. આથી સ્વાદ અને ગુણમાં વધારો થાય છે. ઉબકા આવતા નથી. ખાસ ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં લીંબુનો રસ કે મીઠું કદાપિ ઉમેરવું નહિ.
રસ કાઢવાની અનુકૂળતા ન હોય તો જવારા ચાવીને ખાઈ શકાય. આથી દાંત અને પેઢાં મજબૂત થશે. દિવસમાં ત્રણ ચાર વખત થોડા થોડા જવારા ચાવવાથી મુખમાંથી ખરાબ વાસ આવતી હોય તો અટકી જશે. ઈચ્છા હોય તો દરરોજ બે કે ત્રણ વખત જવારાનો રસ લેવો.