Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Wednesday, August 22, 2018

રોગના પ્રાથમિક ઉપચાર

 Priti     August 22, 2018     No comments   


અળાઈ :
ચારોડુને ખાંડી અળાઈ ઉપર ઘસો

અપચો :
એલચી છોડા સાથે સાકરમાં ખાવી

અશક્તિ :
ખોરાક બંધ કરી છાશ પર જ રહેવું. લીંબુ, મધનો શરબત અને મોસંબીનો રસ લેવો.

અનિદ્રા:
પીપરીમૂળના ગંઠોડા અને ગોળ ભેગાં કરી લેવા.

અજીરણ :
ડુંગળીનો રસ દહીં સાથે આપવો. બધો ખોરાક બંધ કરી છાશ ઉપર રહો. તેમાં ફુદીનો, આદું, લસણ, કોથમીરની ચટણી બનાવીને નાખો.

અતિશય પરસેવો :
થોડું મીઠું લેવાનું રાખો.

આફરો :
હરડે, પીપરીમૂળ અને ગોળની ગોળીઓ કરી લેવી. ગરમ પાણીમાં લીંબુનો રસ એક એક તોલા સાથે પા તોલો સોડા-બાય-કાર્બ નાખી પીવું.

આંટણ :
દીવેલનાં મીંજને કાઢી તેને ગરમ કરી પોટિસ જેવું બનાવી ઉપર ચોપડવું.

આંખનું દુખવું :
કોથમીરનો રસ મુકવો. ઝાકળના પાણીથી ધોવી.

આંચકી :
આદુંનો રસ અને મધ મેળવીને આપવું

ઉલટી:
માયફળને ઘસી મધ સાથે પીવું , ફુદીનાનો રસ પીવો, બરફ ચૂસવો.

ઉધરસ :
અડુસીના પાનનો રસ પીવો.

કબજિયાત:

સીનામુખીનો ઉકાળો પીવો. હરડે વાટી ફાકો મારવો.

કમળો :

આરોગ્યવર્ધીની લેવી.

કફ :

લવિંગ ખાતા રહેવું, અરડૂસીનો રસ તોલો  1 અને મધ તોલો 1 મેળવી પીવો.

કમરનો દુઃખાવો :

આમળાં અને ગોખરુ વાટી મધમાં ચાટો.

કંઠરોગ :

મૂળા ખાવા.

કાનનું દુખવું :

આદુંનો રસ કાનમાં રેડવો. 

કાનમાં રસી :

ત્રિફળાની બે ગોળીઓ સવાર સાંજ લેવી.

કાનમાં ખંજવાળ :

તલના તેલમાં લીમડાનાં પાન તળી તે તેલ કાનમાં રેડવું.

કાળજાનો રોગ:

સુરણ ખાવાનું રાખવું.

કોલેરા :

ડુંગળીનો રસ પીવો. ફુદીનાનું શરબત બનાવી પીવું.

કાંટો :
કાંટો ન નીકળે તો કાળિયો ગુંદર ચોપડો. ગરમ પાણી શીશીમાં ભરી તે ઉપર રાખવી.

કોઢ :
મંજીષ્ટાદિ કવાથ તોલા બે, પા શેર પાણીમાં ઉકાળી પીવો. માલકાંકણીનું તેલ, લીમડાનું તેલ મેળવીને એનું માલિશ કરવું.

કાળી ચામડી :
પચે તેવો ખોરાક લેવો.

ખરજવું :
પાપડખાર અને લીંબુનો રસ ચોપડવા. તલના તેલમાં લીમડાનાં પાન ઉકાળી એમાં સોમલગેરુ, વેસેલાઈન અને ઝીંક મેળવી બનાવી ચોપડવો.

ખસ :
ગંધક અને કપૂરનો મલમ લગાડવો.

ખંજવાળ:
લીમડાનાં પાનનો રસ ચીપડવો.

ખાંસી :
શોતોપલાદિ ચૂર્ણ લેવું, અરડૂસીનો રસ તોલો બે, આદુંના રસ સાથે લેવો.

ખોડો :
મીઠું અને લીંબુ ઘસવું. આમળાનું તેલ ઘસવું.

ખીલ :
દૂધની તર અને બદામ ઘસી ચોપડવી.

ગળું દુખવું :
ફટકડીના કોગળા કરવા,આમળાંને ઉકાળી તેમાં મધ નાખી કોગળા કરવા.

ગળફા :
અરડૂસીનો રસ તોલા બે, આદુંનો રસ તોલો એક અને મધ તોલો એક મેળવીને પીઓ.

ગાળાનું કેન્સર :
મીઠું બંધ કરો અને મંજીષ્ટાદિ કવાથ અને પ્રવાહી લો.

ગેસ :
બધો ખોરાક બંધ કરી છાશ પર જ રહો. છાશમાં ફુદીનો, આદું, લસણ, કોથમીરની ચટણી બનાવીને નાખો.

ગૂમડું :
લીલી હળદરનો રસ, પારાનો મલમ ચોપડવો.

ઘા :
મીઠાનું પાણી અગર મીઠું તેલ લગાડી ગોટાના ફૂલને દબાવવું. ફટકડી અગર કરોળિયાનું જાડું અગર રૂ બાળી ઉપર દાબવું.

ગોનોરિયા : 
ધાણા, ગળો સમાન વજને લઈ કેળના રસ સાથે સવારસાંજ લો.

ચામડીના રોગ :
લસણ અને કોપરેલ ચોપડવા

ચાંદા :
માયું અને જેથિમધ અડધો તોલો લઈ ચૂર્ણ કરી મધમાં મેળવી મોઢામાં લગાડવું.

તાવ :
તુલસી અને કાળાં મરીનો ઉકાળો પાવો. સુદર્શનચૂર્ણ લેવું.

થાક લાગે તો ગાયનું ગરમ દૂધ પીવું.

ત્રિદોષ :
પરવળનું શાક ખાવું.

દાંતનું દુખવું :
લવિંગ વાટી દુખે ત્યાં રાખો, લોબાન અને સોનાગેરુ વાટી મૂકવું.

દાઝવું :
કળીચૂનાના પાણી સાથે તેલ ભેગું કરી ચોપડવું, થોડું ટરપેનટાઉન લગાડવું.

નસકોરી ફૂટવી :
ડુંગળી ભાંગી જોરથી સૂંઘાડવી, ખાઈએ તેમ મોઠું હલાવવું અને બોચી ઉપર ટાઢું પાણી રેડવું. હાઇટ્રોજન પેરોક્સાઇસનું પૂમડું મૂલવું.

નાકનું દુખવું :
દિવેલ ઊનું કરી સુંગવું.

પગમાં ચીરા :
કોકમનું ઘી ચોપડવું, જોડાને દિવેલ લગાડી નિયમિત પહેરવા.

પગનો થાક :
મીઠાના પાણીમાં બોળવા.

પેટમાં ચૂંક :
સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લેવું.

પેટમાં દર્દો :
કરેલા ખાવાથી મટે છે.

પિત્તાશય માટે : 
લીંબુનો રસ લેવો.

પાયોરિયા :
લીલાં આમળાંનો રસ તોલા લઈ એમાં થોડી સાકાર ભેળવી પીવો. અને દાંતે તેલ સવાર સાંજ સારી રીતે ઘસો.

પીળા દાંત :
લીબું અને મીઠું ઘસો.

પેઠુમાં શૂળ :
સુંઠ, મરી અને પીપરનું ચૂર્ણ મેળવી ખાવું.

ફોલ્લી :
કપાળે વધતી ફોલ્લી ઉપર સોના ગેરુને ગુલાબજળમાં મેળવી ઘસવું.

બળિયા :
લિબોડીનું તેલ ચોપડવું. ખાડા ઉપર માખણ ને હળદર લગાડવી. જંગલી કેળાંના બી થોડે થોડે વખતે વાટીને ખાવા.

બરોળ : 
પપૈયા ખાવાં. સરગવાની સીંગો ખાવી.

બ્લડપ્રેશર :
ચિત્તમાં શાંતિ રાખવી. બને એટલી નકામી ચિંતા કરવી નહિ. પેટ સાફ રહે તે માટે હરડે સવારમાં લેવી.

બોબડાપણું :
એ વ્યાધિ મનની નબળાઈનો છે.

બેભાન થાય તો સ્મેલિંગ સોલ્ટ અથવા ડુંગળી કાપી સૂંઘાડવી.

મસા :
ઘોડાનો વાળ બાંધવો.

મરડો :
ઇસબગોલના બી ખાવાં. દિવેલ, આદુંનો રસ અને લીંબુનો રસ દરેકને અર્ધો તોલો મેળવી સવારે ચાટી જવું. ભૂખ્યા રહી છાશ પીવી.

મધુપ્રમેહ :
બીલીપત્ર ખાવાં

મેલા હાથ :
લીબુંના રસમાં મીઠું નાખી હાથ ધોવા. ટંકણખાર પાણીથી ધોવા.

મૂત્રના રોગ :
જવનું પાણી છૂટથી પીવું.

મગજનાં રોગ થાય તો શિવાક્ષાર લેવો.

માથું દુખવું :
બદામનો લેપ ચોપડવો. સોનામુખીનો રેચ લેવો. કેફીસ્પિરિનની ગોળી ખાવી.

મરી ગયેલી ભૂખ :
લીબુનો રસ, આદુંનો રસ તથા મધ તોલા એક એક સાથે સોડા -બાઈ -કાર્બ નાખી પીવો.

મંદાગ્નિ :
લીબુનો રસ સાથે કાળીજીરી ઉકાળી લેવાનું રાખો.

મેલેરિયા થાય તો કવીનાઈન લેવું.

મોઠું આવવું :
જેઠીમધનું ચૂર્ણ લો.

યાદશક્તિ :
શંખાવલી તોલા બે, જેઠીમધનું ચૂર્ણ તોલા ચાર, આમળાં તોલા ચાર, એ બધાના ચૂર્ણને માખણ અને મધ સાથે ચાટવું. ઉપર ગાયનું તાજું દૂધ પીવું.

રક્તવિકાર :
મૂળા ખાઓ

રક્તપિત્ત :
પોઈની ભાજી ખાવી.

રતવા :
લીલી ધરોનો રસ આપવો અને ગુમડાં ઉપર તે રસ ચોપડવો. લીમડો, કડુ, હરડે, આમળાં અને સુખડ બે તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળી પાવું.

લોહીવા :
ભૂરું કોળું ખાવું.

લોહીનું દબાણ :
લસણની 7 કળી ઘીમાં સહેજ ગરમ કરીને ખાવી.

વધરાવળ :
પા તોલો આખી મેથી ગળો.

વધુ પેશાબ :
તેલ અને સાકાર ખવડાવવા. ફૂદુંનાનો રસ પીવો.

વધતો મેદ :
વાવડિંગનો ઉકાળો કાયમી લેવો. ઉકાળો ન  લો તો વાવડિંગનું ચૂર્ણ પાણી સાથે લેવું.

ભોજન કેમ ઘટે :
ભોજનમાં ભાતની સાથે હીંગાષ્ટક તોલો અને ઘી તોલો  ખાવાં.

વજન કેમ વધે -
દૂધ તોલા 10, પાણી તોલા 10 ને ઉકાળી પાણી બડી જાય એટલે આમળાનું સાદું જીવન તોલો 1ચાટી તે ઉપર ઉકાળેલું દૂધ પીવું.

વધુ પડતી ઊંઘ -
દિવસમાં ઊંઘવું નહિ. થાક લાગે એવું કામ કરવું અને વધારે ખાવું નહિ.

વિટામિન એ માટે દૂધ,  બી માટે ઘઉં,  સી માટે શાકભાજી, ડી માટે સૂર્યનાં કિરણ.

વાળનું ખરવું -
નાળિયેરનું દૂધ ઘસવું, કંકોડાની ગાંઠ ઘસી ચોપડવી.

વાસ -
ડુંગળીની વાસ માટે મીઠું ઘસવું અને ગ્યાસતેલની વાસ કાઠવા માટે નાગરવેલનું પાન ઘસવું.

વીંછીનું કરડવું -
મધ લગાડવું. બે નાગરવેલનાં પાન મીઠું નાખી ખાવાં, ડુંગળીનો રસ ચોપડવો, ફટકડીનું પાણી ચોપડવું.

સળેખમ -
અગ્નિ ઉપર મીઠું નાખી શ્વાસ લેવો.

સરાક -
મીણબત્તીનો રસ ચોપડવો.

શરદી -
કપુરવાળું તેલ ગરમ કરી, ગળે ઘસવું, આદુંનો રસ પીવો. ટેનિન ગ્લિસરીનના કોગળા કરવા.

સફેદ વાળ -
લીલું આમળું અને લીલી ગળોનો રસ સાકર નાખી હંમેશાં પીવો.

સંધિવા -
મેથીની ભાજી ખાવી.

સુક્તાન -
ટામેટાનો રસ પીવો.

સોજા -
તુલસીનાં પાન વાટી ચોપડવા. લીમડાનાં પાન ગરમ કરી બાંધવા.

સાપનું ઝેર -
ડંખ ઉપર ગ્યાસતેલ ત્રણ કલાક મૂકી રાખવું. ડુંગળી કાપી મૂકવી. પાંદડા ગરમ કરી બાંધવા.

શીતળા -
જંગલી કેળાંના બી એક એક વાટી પાંચ દિવસ ખાવાં.

સારણગાંઠ -
ઓપરેશન કરાવવું.

સુવારોગ -
આ રોગમાં સિતોપલાદિ, પીપરીમૂળ અને સુવાવડનો ઉકાળો આપવો.

હરસ -
ધોળાં રીંગણાં ખાવાં. સુરણનું શાક ખાવું. હરડે અને ગોળની ગોળી બનાવી ખાવી.

હડકાયું કૂતરું -
એનાં ઈન્જેકશન આવે છે તે લેવાં.

હેડકી -
નાગરવેલનું કોપરું સાકર સાથે ખાંડી ખાવું.

હિસ્ટીરિયા -
હળદરનો ધુમાડો ધરવો. ડુંગળી છુંદી સૂંઘાડવી, વાવડિંગને પાણીમાં ખૂબ ઉકાળી પછી ગાળી ઠરાવ દઈને તે પાણી પીવું.

હૃદયના રોગ -
કોબી ફ્લાવર ખાવાં.

હૃદયની ગભરામણ -
નિયમિત શરીરે તલના તેલનું માલિશ કરો. મનથી મજબૂત રહો.

હાથપગની તાણ -
વાવડિંગ તોલો પાંચને પાણી શેર પાંચમાં ઉકાળી અડધું રહે ત્યારે ગાળીને તે પાણી આખો દિવસ પીવું.

હાથીપણું -
ગાયનું મૂત્ર તોલા એમાં એક આનીભાર હળદર મેળવી સવારસાંજ પીઓ.

હાડકું ભાગવું -
લોબાનનો ધૂપ રાહત આપે છે.

ક્ષય -
તુલસીનાં પાન ખાવાં, ભૂરું કોળું ખાવું, લસણની પાંચ કળીના ટુકડા થોડા માખણ સાથે ગરમ કરી ખાવાં.

કરમિયા -
ઇંદ્રજવ વાટી પાવા, કેળના ફૂલ બાફી ખાવાં.



















  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger