Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized
Showing posts with label ડુંગળીનો રસ. Show all posts
Showing posts with label ડુંગળીનો રસ. Show all posts

Friday, August 10, 2018

ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ

 Priti     August 10, 2018     ડુંગળીનો ઉપયોગ, ડુંગળીનો રસ     No comments   


ડુંગળી
        વનસ્પતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ ડુંગળીનું નામ એલિયમ સેપા છે. એમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શ્યમ વગેરે હોઉં છે તેથી વિશેષ પ્રકારની દૂર્ગધ ધરાવે છે. ડુંગળીમાં જંતિનાશક ગુણ છે. એથી ડુંગળીનો રસ કોલેરા, પ્લેગ જેવાં રોગચાળામાં થોડો થોડો પીવું ફાયદાકારક છે.





        ડુંગળીનાં રસથી પકાવેલું તેલ ઘા તેલ તરીકે વપરાય છે. તે જખમ રૂઝવે છે. પાકેલા વ્રણને શુદ્ધ કરીને મટાડે છે. ડુંગળીનો રસ અને અજમાનું ચૂર્ણ મેળવીને શરીરે ખરડ કરવાથી ફ્લુનો કે સુવાવડનો તાવ હળવો પડે છે. પસરસેવો વાળી દે છે અને શરીરમાં થતી વાયુની કળતર-અંગમર્દ મટાડે છે. ડુંગળીની ઉત્તેજક અને ઉગ્ર ગંધ મૂર્છિત માણસને સુંઘાડવાથી ભાનમાં આવે છે.


ડુંગળીની વિવિધ જાત :

        ડુંગળીની ધોળી અને રાતી એવી બે જાતો છે, 


              જાડી મોટી અને નાની એવી પેટા જાતો પણ છે. રાતી ડુંગળીને રાજપલાડું કહે છે. એમાં ગુણ પણ વધારે છે. એલિસન નામનું ઉડ્ડયનશીલ તત્વ ડુંગળીમાં વધારે છે. એ એવું ઉગ્ર છે કે ડુંગળી સુધારાનારની આંખમાં પણ બળતરા થાય અને પાણી આવી જાય. આમ છતાં રાતી ડુંગળીમાં થોડી મધુરતા છે એથી ડુંગળી તીખી હોવા છતાં બહુ પિત્ત કરતી નથી. ડુંગળીનાં પદોમાં રેસા-સેલ્યુલોઝ એટલા બધા છે કે આંતરડામાં પચતાં એ વાયુ-ગેસ કરે છે. રાતી ડુંગળી જ્ઞાનતંતુ અને સ્નાયુ ઉપર વાયુ બારીક અસર કરે છે. ડુંગળી કફ મટાડે છે. ઊંઘ પણ લાવે છે. 


        સફેદ ડુંગળી વેરાવળની વખણાય છે. એ બહુ તેજ, તીખી અને ઉગ્ર છે. ગરમ અને ઉત્તેજક વધારે છે. શુક્રાણુની સંખ્યા વધારીને એને ગતિ પણ આપે છે. એને લીધે ડુંગળી કોમોત્તેજક છે. સંયમી પુરુષોને પણ ડુંગળી ખાવાથી સ્વપ્નદોષ થાય છે. ડુંગળી મૂત્રલ છે. એથી શરીરમાં ક્યાંય નકામું પાણી સંચિત થયું હોય એને બહાર કાઢી નાખે છે. પથરી પણ કાઢે છે. સોજા મટાડે છે. સ્ત્રીઓને આર્તવ સાફ લાવે છે. ડુંગળી લિવરનાં દર્દો ઉપર પણ ગુણકારી છે એથી કમળો અને પિત્તવિકારો મટે છે. ઉનાળામાં ડુંગળી લૂ લાગવા દેતી નથી. ડુગાસી ડુંગળીની ઉગ્રતા દૂર કરવા મટે એને ઝીણી સમારીને ચારપાંચ વખત પાણીથી ધોઈ લેવી જોઈએ. કૂતરાના કરડ ઉપર ડુંગળીનો રસ લગાડવાથી અને ડુંગળી ખાઈ લેવાથી હડકવાનો ભય ઓછો થઈ જાય છે.

        લીલી ડુંગળીના ગુણ કાંદા જેવાં જ છે. ઉપરાંત એનાં પાનમાં રહેલ લીલપ ક્લોરોફીલનો વિશેષ લાભ લીવર મટે મળે છે. ડુંગળીનાં બીજ વાટીને પીવાથી પ્રમેહ મટે છે.

ડુંગળીનાં ઉપયોગમાં સાવચેતી :

        ડુંગળીનો ઉપયોગ પોતાની પ્રકૃતિ અને દેશની પ્રકૃતિ ઋતિની પ્રકૃતિ જોઈને કરવો જોઈએ. પિત્ત પ્રકૃતિવાળાઓએ તેમ જ ગરમ દેશના માણસોએ એનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. શિયાળામાં એનો પ્રમાણસર ઉપયોગ થાય તો હરકત નથી. નહિતર લોહીને ગરમ અને પાતળું કરે છે. એથી લોહી ગમે તે માર્ગેથી બહાર આવવા માંડે છે. ચક્કર આવે છે. માથાના વાળ ધોળા થઈને ખરી જાય છે. સ્ત્રીઓને અતિશય આર્તવ આવે છે.  અને પુરુષોને શુક્રયાત વધીને પ્રમેહ પણ થઈ જાય છે.


        ડુંગળીમાં રહેલો ફોસ્ફરસ અને ઉષ્ણ, તીક્ષ્ણ, ઉત્તેજક ગુણો જેને શરીરની સખત શ્રમ કરવાનો હોય છે. એને પચી જાય છે. અને વિકૃતિ કરતાં નથી. પરંતુ બેઠાડુ વ્યવસાય અને બુધ્ધીજીવીઓના શરીરમાં એ વિકૃતિ કરે છે.





        



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger