વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.
વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું
વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.
વર્ષાઋતુમાં અગ્નિ મંદ પડે છે, બળ નષ્ટ પામે છે, શરીરને વાતાદિ દોષો વિકૃત કરે છે. પરિણામે આ ઋતુમાં વાયુજનીત રોગો જેવાં કે સંધિવા, અંડતોડ, ભોજન બાદ પેટનું ફુલી જવું વગેરે વધે છે. આ ઉપરાંત ત્વચાગત વિકારો, રક્ત વિકાર, ઝાડા થઈ જવા, મલેરિયા, શરદી, જેવાં રોગો પણ થાય છે.
આયુર્વેદના કથન મુજબ સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શરીરની શુદ્ધિ કરાવી લેવી જોઈએ. જેથી અનેક રોગોથી બચી શકાય છે. વાયુનું શમન કરે તેવા સાધારણ ગરમ ઘી-તેલવાળા પદાર્થો લાભદાયી છે. ભાજી-પાનવાળા શાકભાજી ન ખાવા જોઈએ. સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું જોઈએ. જુના અન્ન, મગની દાળ અને મધ લાભદાયી છે. દહીં આ ઋતુમાં વર્જ્ય છે.
વર્ષાઋતુમાં નદી, નાળા, તળાવનું પાણી પીવું ન જોઈએ. કુવા કે નળ બોરનું પાણી પણ ઉકાળીને પીવું હિતાવહ છે. વહેલી સવારે અથવા વરસના વરસાદમાં આદું-ફુદિનાવાડી ગરમાગરમ ચા પીવી સ્વાસ્થય માટે ફાયદાકારક છે. વર્ષાઋતુમાં કિચડ પાણીથી હંમેશાં બચવું જોઈએ. આ ઋતુમાં તડકો પણ નુકશાનકારક છે.
આ ઋતુમાં શરીર પર તૈલાભ્યંગ કરવું લાભપ્રદ છે. જેથી વાયુના રોગોનું આક્રમણ શરીર પર નહિ થાય. બરફ, ફ્રીઝનું પાણી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિક્સ, લસ્સી, દિવસની નિંદ્રા, તડકે ફરવું નુકશાનકારક છે. ભીંજાયેલા વસ્ત્રો શરીર પર વધુ સમય પહેરી રાખવા ન જોઈએ નહીંતર શરદી અને ત્વચાના વિકારો થવાનો સંભવ રહે છે. આ ઋતુમાં યથાસંભવ જીવન વ્યતીત કરવું.
ઔષધપચારની દ્રષ્ટિએ પંચકોલ ચૂર્ણ, સુંઠ +ગોળ +ઘીની લાડુલી, ગરમાગરમ મસાલાવાળી ચા-કોફી લાભદાયી છે. અજીર્ણ અને કબજિયાત હોય કે માંદાગ્ની હોય તો દેહશુદ્ધીવટી ખૂબ જ લાભપ્રદ છે. અને શારીરિક બળ જાળવી રાખવા માટે ખાસ કરીને માદીફડ રસાયન એ સર્વોત્તમ ઔષધ છે. હાથ-પગ તૂટતા હોય અને ઉદરશુલ થતું હોય તો વિષતિડુકવતી ભોજન પછી 2-2 ગોળી પાણી સાથે લેવી જોઈએ.










