Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Tuesday, July 31, 2018

વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું

 Priti     July 31, 2018     વર્ષા ઋતુમાં સ્વસ્થ, વર્ષાઋતુમાં     No comments   





 

        વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.

        વર્ષાઋતુમાં અગ્નિ મંદ પડે છે,  બળ નષ્ટ પામે છે, શરીરને વાતાદિ દોષો વિકૃત કરે છે.  પરિણામે આ ઋતુમાં વાયુજનીત રોગો જેવાં કે સંધિવા, અંડતોડ, ભોજન બાદ પેટનું ફુલી જવું વગેરે વધે છે. આ ઉપરાંત ત્વચાગત વિકારો, રક્ત વિકાર, ઝાડા થઈ જવા, મલેરિયા, શરદી,  જેવાં રોગો પણ થાય છે.

        આયુર્વેદના કથન મુજબ સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શરીરની શુદ્ધિ કરાવી લેવી જોઈએ. જેથી અનેક રોગોથી બચી શકાય છે. વાયુનું શમન કરે તેવા સાધારણ ગરમ ઘી-તેલવાળા પદાર્થો લાભદાયી છે. ભાજી-પાનવાળા શાકભાજી ન ખાવા જોઈએ. સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું જોઈએ. જુના અન્ન, મગની દાળ અને મધ લાભદાયી છે.  દહીં આ ઋતુમાં વર્જ્ય છે.

        વર્ષાઋતુમાં નદી, નાળા, તળાવનું પાણી પીવું ન જોઈએ. કુવા કે નળ બોરનું પાણી પણ ઉકાળીને પીવું હિતાવહ છે. વહેલી સવારે અથવા વરસના વરસાદમાં આદું-ફુદિનાવાડી ગરમાગરમ ચા પીવી સ્વાસ્થય માટે ફાયદાકારક છે. વર્ષાઋતુમાં કિચડ પાણીથી હંમેશાં બચવું જોઈએ. આ ઋતુમાં તડકો પણ નુકશાનકારક છે. 

        આ ઋતુમાં શરીર પર તૈલાભ્યંગ કરવું લાભપ્રદ છે. જેથી વાયુના રોગોનું આક્રમણ શરીર પર નહિ થાય. બરફ,  ફ્રીઝનું પાણી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિક્સ, લસ્સી, દિવસની નિંદ્રા, તડકે ફરવું નુકશાનકારક છે.  ભીંજાયેલા વસ્ત્રો શરીર પર વધુ સમય પહેરી રાખવા ન જોઈએ નહીંતર શરદી અને ત્વચાના વિકારો થવાનો સંભવ રહે છે. આ ઋતુમાં યથાસંભવ જીવન વ્યતીત કરવું. 

        ઔષધપચારની દ્રષ્ટિએ પંચકોલ ચૂર્ણ, સુંઠ +ગોળ +ઘીની લાડુલી, ગરમાગરમ મસાલાવાળી ચા-કોફી લાભદાયી છે. અજીર્ણ અને કબજિયાત હોય કે માંદાગ્ની હોય તો દેહશુદ્ધીવટી ખૂબ જ લાભપ્રદ છે. અને શારીરિક બળ જાળવી રાખવા માટે ખાસ કરીને માદીફડ રસાયન એ સર્વોત્તમ ઔષધ છે. હાથ-પગ તૂટતા હોય અને ઉદરશુલ થતું હોય તો વિષતિડુકવતી ભોજન પછી 2-2 ગોળી પાણી સાથે લેવી જોઈએ. 



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, July 23, 2018

ઘઉંના જવારાના ફાયદા

 Priti     July 23, 2018     ઘઉંના જવારા, ઘઉંના જવારાના ફાયદા, ઘઉંના જવારાનો ઉપયોગ     No comments   


ઘઉંના જવારાના ફાયદા :
        ઘઉંના જવારાનો રસ એ પ્રકૃતિના ઉદરમાં છુપાયેલા ઔષધિના અખૂટ ભંડારમાંથી માનવને મળેલી એક અનૂપમ ભેટ છે.





      ઘઉંના જવારાના રસમાં રોગોનો પ્રતિકાર કરીને તેમને નાબૂદ કરવાની એક અજબ શક્તિ છે.  શરીર માટે એ એક શક્તિશાળી ટોનિક છે. એમાં કુદરતી સ્વરૂપમાં કાર્બોહાઇડ્રેડ,  ઘણાંખરાં બધાં જ વિટામિનો અને ક્ષારો તથા ઉચ્ચ પ્રોટીન રહેલાં છે. એના સેવનથી અસંખ્ય લોકોએ વિવિધ પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવી છે. 
જેમ કે, 
મૂત્રાશયની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ, દમ, કમળો, લકવો, પાયોરિયા અને દાંતના બીજા રોગો,પેટનો દુખાવો, પંચંતત્રની નબળાઈ-અપચો, ગેસ,વિટામિન એ, બી વગેરેની ખામી,શારીરિક અને માનસિક નબળાઈ,આંખોની નબળાઈ, વાળ ધોળા થઈને ખરી પડવા, લાગેલા જખમ તથા દાઝેલી ચામડી 


      હજારો માંદા તેમજ નિરોગી લોકોએ પોતાના રોજિંદા ખોરાકમાં ફેરફાર કર્યા સિવાય ઘઉંના જવારાના રસથી ઘણાં ટૂંકા સમયમાં ચમત્કારિક લાભ મેળવ્યા છે. સ્વાનુભવથી તેઓ કહે છે કે જવારાના રસથી આંખ, દાંત અને વાળને ઘણો ફાયદો થાય છે. બંધકોષ મટી જાય છે. ઘણું વધારે કામ કરી શકાય છે. છતાં થાક લાગતો નથી.

ઘઉંના જવારા ઉગાડવાની રીત :

      માટીના નવ કુંડા અથવા છાબડી લો. તેમાં ખાતર ભેળવેલી માટી નાખો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો. પહેલાં દિવસે એક કુંડામાં બધી માટી ઢંકાઈ જાય એટલા ઘઉં વાવવા, પાણી રેડવું અને કુંડાને છાયામાં મૂકવું. સૂર્યનો તાપ કુંડાને વધારે ન લાગે તેની કાળજી રાખવી.

     આજ પ્રમાણે બીજા દિવસે બીજું કુંડુ વાવવું, એમ નાવમાં દિવસે નવમું કુંડુ વાવવું. બધાં કુંડાને દરરોજ પાણી પાવું નવમાં દિવસે પહેલાં કુંડામાં ઉગેલા ઘઉં કાપીને વાપરવા. ખાલી પડેલાં  કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવાં. બીજા દિવસે બીજું કુંડુ, ત્રીજા દિવસે ત્રીજું કૂંડું એમ ચક્ર ચાલ્યા કરે
 આ પ્રક્રિયામાં ક્યાંય પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ન કરવો. બપોરના સૂર્યનો સખત તાપ ન લાગે, સવાર કે સાંજના સૂર્યનો મંદ તાપ લાગે એવી જગ્યાએ કુંડાઓને રાખવાં.

      સામાન્ય રીતે આઠ દશ દિવસમાં ઘઉંના જવારા પાંચથી સાત ઇંચના થશે. આવડા જવારામાં વધારેમાં વધારે ગુણ હોય છે. જવારા સાત ઈંચથી જેમ જેમ મોટા થતાં જાય તેમ તેમ તેનો ગુણ ઓછો થતો જાય છે. માટે પૂરેપૂરો લાભ લેવા જવારા સાત ઈંચથી  મોટા થાય તે પહેલાં વાપરવા જોઈએ.

      જવારા માટીની સપાટી પરથી કતાર વડે કાપી શકાય અથવા મૂળ સહિત ખેંચી લઈને પણ વાપરી શકાય. ખાલી પડેલાં કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવા. આ રીતે દરરોજ ઘઉં વાવવાનું ચાલું રાખવાથી એક વખત શરૂ કર્યા પછી હંમેશા જવારા મળ્યા કરશે.

ઘઉંના જવારા બનાવવાની રીત :
         જયારે સમયની અનુકૂળતા હોય ત્યારે જ જવારા કાપવા. કાપ્યા પછી તરત જ ખાંડવા. ખાંડેલા જવારાને કપડાથી ગાળીને રસ નીચોવી લેવો. આ પ્રમાણે એ જ જવારાને ત્રણેક વખત ખાંડીને નિચોવવાથી ઘણોખરો રસ નીકળી આવશે. ચટણી બનાવવાના કે તેવા બીજા મશીનથી પણ રસ કાઢી શકાય. રસ કાઢ્યા પછી વિલંબ કર્યાં વિના તરત જ પરંતુ ધીમે ધીમે પીવો. અનિવાર્ય કારણ સિવાય એક ક્ષણ પણ રસ પડી રહેવા દેવો નહિ. કારણ કે ક્ષણે ક્ષણે રસની ગુણવતા ઓછી થતી જાય છે. નરના કોઠે આ રસ પીવાથી વધારે ફાયદો થાય છે.
        દિવસમાં ગમે ત્યારે જવારાનો રસ લઈ શકાય છે. પરંતુ રસ પીધા પહેલાં અને પીધા પછી અડધો કલાક સુધી કઈ ખાવું પીવું ન જોઈએ. શરૂઆતમાં કેટલાકને રસ પીધા પછી ઉબકા આવે છે, ઉલટી થાય છે. શરદી થાય છે. પરંતુ આથી ગભરાવું નહિ. શરીરના કેટલાક ઝેર એકઠાં થયાં હોવાની આ નિશાની છે. શરદી, ઝાડા, ઊલટી થવાથી શરીરમાં એકઠાં થયેલાં ઝેર નીકળી જશે.
        જવારાના રસ કાઢતી વખતે તેમાં મધ, આદું, નાગરવેલનાં પાન(ખાવાનાં pan) ઉમેરી શકાય. આથી સ્વાદ અને ગુણમાં વધારો થાય છે. ઉબકા આવતા નથી. ખાસ ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં લીંબુનો રસ કે મીઠું કદાપિ ઉમેરવું નહિ.

        રસ કાઢવાની અનુકૂળતા ન હોય તો જવારા ચાવીને ખાઈ શકાય. આથી દાંત અને પેઢાં મજબૂત થશે. દિવસમાં ત્રણ ચાર વખત થોડા થોડા જવારા ચાવવાથી મુખમાંથી ખરાબ વાસ આવતી હોય તો અટકી જશે. ઈચ્છા હોય તો દરરોજ બે કે ત્રણ વખત જવારાનો રસ લેવો.






Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, July 21, 2018

ડબ્બાપેક ફળોના રસ નુકસાનકારક

 Priti     July 21, 2018     ડબ્બાપેક ફળોના રસ, ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા     No comments   


ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા
ડબ્બાપેક ફળોના રસ ક્યારે પણ વાપરવા નહિ. તેમાં બેન્જોઈક એસિડ હોય છે. આ એસિડ જો જરા પણ કુમળી ચામડીને સ્પર્શે તો ફોલ્લા થઈ જાય.


ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા


        વળી તેમાં વપરાતું સોડિયમ બેન્ઝોઈક નામનું રસાયણ જો કૂતરું પણ બે ગ્રામ જેટલું ખાય તો તત્કાળ મરણ પામે. ફળોનો રસ, કન્ફેકસરી  જામ, જેલી, અથાણાં વગેરેમાં ઉપરનાં રસાયણો વાપરવામાં આવે છે.


        'ફ્રેશફ્રુટ' ના લેબલ નીચે મળતી કોઈ પણ બોટલ કે ડબ્બામાં તાજાં ફળો કે તેનો રસ ક્યારેય હોતાં નથી. બજારમાં 'ઓરેન્જ' નામે વેચાતો રસ કદાપિ સંતરાં-નારંગીનો રસ હોતો નથી. તેમાં ખાંડ, સેકરીન અને કૃત્રિમ રંગો જ વપરાય છે. જે દાંત અને આંતરડાને નુકસાન કરીને આખરે કેન્સરને જન્મ આપે છે.


        સૌ પ્રથમ તો ફળને ફનફણતા ગરમ પાણીથી ધોવાય છે. પછી તેને રાંધવામાં આવે છે. ઉપરની છાલ કાઠી લેવાય છે. તેમાં ચાસણી નંખાય છે. અને રસ તાજો રહે તે માટે તેમાં વિવિધ રસાયણો નંખાય છે. તેમાં કેલ્શિયમ નાઇટ્રેટ, એલમ અને મેગ્નેશિયમ ક્લોરાઈડ ઉમેરાય છે. જેને કારણે આંતરડામાં ચાંદા પડે છે. કીડનીને હાનિ થાય છે. પેઢા સૂજી જાય છે. જે લોકો પુલાવ માટે બજારમાંથી વટાણા વાપરે છે. તેને લીલા અને તાજા રાખવા માટે તેમાં મેગ્નેશિયમ ક્લોરાઈડ નામનું ઝેરી રસાયણ વપરાય છે. એરીથ્રોસીન નામનું રસાયણ કોકટેલમાં વપરાય છે. ટામેટાના રસમાં નાઇટ્રેટસ  ઉમેરાય છે. શાકભાજી કે ફળોને ડબ્બાપેક કરતી વખતે શાકભાજી કે ફળોમાં જે મીઠું વપરાય છે તે સાધારણ મીઠા કરતાં 45 ગણું નુકસાનકારક હોય છે.


        આથી પોતાનાં તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય માટે અને મહેમાનોને ફેશન માટે પણ આવા ડબ્બાપેક ફળો કે શાકભાજી આપીને સ્વાસ્થ્યને કાયમી જોખમાવશો નહિ.

Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, July 20, 2018

કયો રસ ક્યારે વાપરવો

 Priti     July 20, 2018     ફળના રસના ફાયદા, માથાનાં દુખાવામાં ફળના રસનો ઉપયોગ, શાકભાજીના રસનો ઉપયોગ     No comments   

ફળના રસના  ફાયદા :






ભૂખ લગાડવા માટે :

બે ભાગ ટામેટાનો રસ, એક ભાગ અનેનાસનો રસ જમ્યા પહેલાં ફક્ત 100-125 ગ્રામ લેવો. સવારે નરણે કોઠે લીંબુનું પાણી પીવું. જમ્યા પહેલાં આદુનું કચુંબર સિંધવ સાથે લેવું.


રક્તશુદ્ધિ :
લીંબુ, ગાજર, કોબી, બીટ, ટામેટાં, પાલખ અને સફરજનનો રસ લેવો.

દમ :
બીટ, કોબી, ગાજર, મીઠી દ્રાસનો રસ, ભાજીના સૂપ અથવા મગનો સૂપ બકરીનું દૂધ સારું. ઘી, તેલ, માખણ વર્જિત છે.

લોહીનું ઉંચું દબાણ :
ગાજર, દ્રાક્ષ, સંતરાં, મોસંબી અને ઘઉંના જવારાનો રસ. માનસિક તેમજ શારીરિક આરામ જરૂરી છે.

કમળો:
દ્રાસ, સફરજન, રાસબરી, મોસંબી, સંતરાં, દ્રાક્ષની ગેરહાજરીમાં કાળી દ્રાક્ષ તેમજ કિસમિસનું પાણી.

ખીલના ડાઘા :
ગાજર, તડબૂચ, કાંદા, તુલસી અને પાલખનો રસ.

સંધિવા :
ગાજર, પાલખ, કાકડી, કોબી, કોથમીરનો રસ તથા નારિયેળ તેમજ સફરજન અને ઘઉંના જવારા.

એસીડીટી :

ગાજર, પાલખ, કાકડી, તુલસીનો રસ. ફળોનો રસ વધારે લેવો. દ્રાસ, મોસંબી, સંતરાંનો રસ તેમજ દૂધ પણ લાભદાયક છે.

કેન્સર : 
ઘઉં જવારા, ગાજર અને દ્રાક્ષનો રસ.

ગોરા થવા માટે :

સવારે બપોરે ટામેટાનો રસ લેવો. નાળિયેળના પાણીથી ચહેરો સાફ કરવો.

ખસ-ગુમડાં :

ગાજર, પાલખ, કાકડી અને થોડો લસણનો રસ. કોબી અને કોપરાનો રસ.

કોલાઈટિસ :

ગાજર, પાલખ અને પાઇનેપલનો રસ. 70 ટકા ગાજરના રસ સાથે બાકીનો રસ સપ્રમાણ. બીટ, કોપરું, કાકડી, કોબીના રસની કોકટેલ પણ ઉપયોગી છે.

અલ્સર :
દ્રાક્ષ, ગાજર, કોબીનો રસ. સાથે થોડું દૂધ લેવું.

શરદી-કફ :

મૂળા, લસણ, ગાજરનો રસ, મગ અથવા ભાજીના સૂપ.

બ્રોંકાઈટીસ :

પપૈયું, ગાજર, સંતરાં, મોસંબી, પાઈનેપલનો રસ, મગનો સૂપ, મીઠા ફળોનો રસ, સ્ટાર્ચવાળો ખોરાક વર્જિત.

દાંત આવતા બાળક માટે :
પાઇનેપલનો રસ થોડું લીંબુ ઉમેરી રોજ 100-125 ગ્રામ આપવું.

લોહીની વૃદ્ધિ માટે :

મોસંબી, દ્રાક્ષ, સંતરાં, પાલખ, ટામેટાં, બીટ, સફરજન, રાસબરીનો રસ રાત્રે. પલાળેલ ખજૂરનું પાણી સવારે. કેળાં પણ ઉપયોગી છે.

સ્ત્રીઓના માસિક ધર્મની તકલીફ :

દ્રાક્ષ, પાઈનેપલ તેમજ રાસબરીનો રસ.

આંખોના તેજ માટે :
ગાજરનો રસ તેમજ કોથમીરનો રસ શ્રેષ્ઠ છે.

અનિદ્રા :

દ્રાક્ષ અને સફરજનનો રસ.

વજન વધારવા માટે :

પાલખ, ગાજર, બીટ, કોપરું, કોબીના રસની કોકટેલ, દૂધ, દહીં, સૂકો મેવો, દ્રાક્ષ અને સફરજનનો રસ.

વજન ઘટાડવા :

પાઈનેપલ, કોબી, તડબૂચનો રસ, લીબુંનો રસ.

ડાયાબિટીસ :
કોબી, ગાજર, કોપરું અને પાલખનો રસ.

પથરી :

પાંદડાવાળી ભાજીઓ લેવી નહિ. કાકડીનો રસ શ્રેષ્ઠ છે. સફરજન અથવા ગાજરનો રસ તેમજ કોળાનો રસ પણ મદદરૂપ થાય. ભોજન પછી કાળીબૂટી પાણીમાં 1-1 ગ્રામ લો.

માથાનો દુખાવો :

કાકડી, બીટ, કોબી,  ગાજર, અને કોપરાની કોકટેલ.

કિડનીના દર્દો :

ગાજર, પાલખ, કાકડી, અને કોપરાંનો રસ.
ફલ્યુ :
મોસંબી અથવા ગાજરનો રસ.

પાયોરિયા :

ઘઉંના જવારા, ગાજર, કોપરું પાલખ, કાકડી અને સુવાની ભાજીનો રસ. કાચું ઘણું ખાવું.

હરસ :

મૂળાનો રસ શ્રેષ્ઠ.

   



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

કેળાંના વિવિધ ફાયદા

 Priti     July 20, 2018     કેળાં, કેળાના ફાયદા, કેળાનો ઉપયોગ, કેળાંનો વિવિધ રોગમાં ઉપયોગ     No comments   


કેળા :
      સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે કેળાં જલદી પચતાં નથી અને કબજિયાત કરે છે. પૂરા પાકેલાં ન હોય એવાં કેળાં નીચે પડી જાય, જેની છાલ પર કાળી ટપકી આવી જાય એવાં કેળાં બરાબર પાકેલાં કહેવાય. આવા કેળાં સુપાચ્ય છે.





      ખાદ્ય ફળોમાં કેળાં શ્રેષ્ઠ છે. નિયમિત રીતે કેળાનો ઉપયોગ કરવાથી શરીરમાં માંસ અને લોહીની વૃદ્ધિ થાય છે. શરીર સશક્ત બને છે. એશિયામાં જિમ્નેસ્ટિકમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રકના વિજેતા ચીની ખેલાડી લીનિંગનું કહેવું છે કે તેની સફળતાનું રહસ્ય કેળાં છે. વજન વધારવા માટે કેળાં વરદાનરૂપ છે. 

રોગોમાં કેળાનો ઉપયોગ :

      કેળામાં રહેલી સાકાર આંતરડામાં ઉત્પન્ન થતાં અનેક હાનિકારક જીવાણુઓની વૃદ્ધિને અટકાવે છે,  આંતરડાના સડાને રોકે છે. આંતરડાંના રોગોમાં કેળાં ઉત્તમ પ્રાકૃતિક ઔષધી છે. અને અમ્લતા જન્ય રોગોને દૂર છે. 


મધુપ્રમેહ-ડાયાબિટીસ :

      કાચાં કેળાં તડકામાં સૂકવીને તેનો લોટ બનાવો. 10 ગ્રામ લોટ દૂધ સાથે લેવાથી લાભ થાય છે. 
      જે કેળાં પાકીને ગળી જવા માંડ્યા હોય, જેની છાલ કાળી પડવા લાગી હોય છોલીને તેના ગર્ભને હાથથી બરાબર મસળી નાખવો. પછી તેમાં તેનાથી અડધા પ્રમાણમાં ચોખાની ભૂસી મેળવીને 2-3 દિવસ ગરમ જગ્યામાં રાખી મૂકો. ચોથા દિવસે એક વાસણમાં એ બધું રાખીને વાસણને જરા વાંકુ કરીને મૂકો.  થોડીવારમાં કેળાંનો રસ અલગ તરી આવશે. આ રસ 50-50 ગ્રામ સવાર સાંજ પીવાથી ડાયાબિટીસના રોગમાં લાભ થાય છે. નવ બિલીપત્ર ચાર કાળા મરી વાટીને એક ગ્લાસ પાણીમાં મેળવીને ગાળી લો.  સવારે નરના કોઠે પીને થોડા હરો ફરો.  અઠવાડિયામાં એક દિવસ રજા પાડો.  આથી પણ ડાયાબિટીસમાં રાહત થાય છે.

               બાળકો માટી ખાતાં હોય તો ખૂબ પાકેલાં કેળાં મધ સાથે ખવડાવવાથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જાય છે.

સ્વપનદોષ :
બરાબર પાકેલાં બે કેળાં લઈને છોલીને બરાબર મસળી નાખવાં. તેમાં લીલાં આમળાંનો રસ 10 ગ્રામ અને શુદ્ધ મધ 10 ગ્રામ મેળવીને દરરોજ સવાર સાંજ ચાટી જવા. થોડાક જ દિવસના સેવનથી સ્વપ્નદોષથી છુટકારો થઈ જશે.



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Thursday, July 19, 2018

મધના વિવિધ ફાયદા

 Priti     July 19, 2018     મધ, મધના ફાયદા, મધનો ઉપયોગ, મધનો દવામાં ઉપયોગ     No comments   

     

મધના ફાયદા :
        મધ એ મનુષ્યને કુદરતની ઉત્તમ ભેટ છે. એ પંચામૃતમાંનું એક અમૃત છે. મધ આયુર્વેદની મોટા ભાગની દવાઓ માટે શ્રેષ્ટ અનુપાન છે. 



        મધમાં કુદરતી રીતે જ શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. તે તરત જ શક્તિ અને ગરમી આપીને માંસપેશીઓને બળ પૂરુ પાડે છે. રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી ઉંઘ બરાબર આવી જાય છે.  પેટ સાફ આવે છે.  નરણે કોઠે મધ-લીંબુનું શરબત ભૂખ લગાડે છે.  

      મધ જીવાણુઓનો નાશ કરે છે. ટાઈફોઈડ અને ક્ષયના દર્દીઓ માટે ઉત્તમ છે. હજારો વર્ષો સુધી મધ બગડતું નથી. મધ બાળકોના વિકાસમાં ઘણું ઉપયોગી છે. જે બાળકને શરૂઆતના નવ માસ મધ આપવામાં આવે તેને છાતીના રોગ ક્યારે પણ થશે નહિ. મધથી આંતરડાને ઉપયોગી એવાં એસીકોકલિસ જીવાણુઓની વૃદ્ધિ થાય છે. મધ દુર્બળ અને સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ પોષક આહાર છે. મધ દીર્ધાયુ બક્ષે  છે.
      દુર્બળતા દૂર કરીને શક્તિ વધારવા માટે મધ જેવી ગુણકારી વસ્તુ વિશ્વમાં બીજી કોઈ નથી. શરીરની માંસપેશીઓને શક્તિ આપે છે.મધ શ્રેષ્ઠ અનુપાન છે.મધથી મંદાગ્નિ મટીને ભૂખ લાગે છે. વીર્યની વૃદ્ધિ કરે છે. આબાલવૃદ્ધ બધાંને માટે મધ ગુણકારી છે. બાળકને જન્મ સાથે જ આપી શકાય તેવું એક માત્ર ભોજન મધ છે.
      
      મધમાંના ખનીજ તત્વો રક્તના લાલ કણોની વૃદ્ધિમાં સહાયક બને છે. ગર્ભવતી અને પ્રસૂતા માતાએ પણ બાળકના હિતાર્થે મધનું સેવન કરવું જોઈએ. રોગી અને કમજોરને મધ શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, કારણ કે તેને પચાવવામાં શક્તિ વાપરવી પડતી નથી અને શક્તિનો ભંડાર મળે છે. મધના આ ગુણોનું કારણ તે પાંચમહાભૂતોનો સાર છે, અંતિમ રસ છે. મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે અને સાથે સાથે શરીરના રંગને નીખારવાનું, ચામડીને કોમળ બનાવવાનું અને સૌંદર્ય વધારવાનું કાર્ય પણ કરે છે. ચહેરા અને શરીર પર જો મધ ઘસવામાં આવે તો સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.

       મધ,લીંબુ,વેસન અને પાણીનું મિશ્રણ ચહેરા પર ઘસીને પછી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે. મધના સેવનથી કંઠ મધુર, સુરીલો અને વાણી મીઠી બને છે, દૈવી ગુણોની વૃદ્ધિ થાય છે. મનુષ્ય વિવેકપૂર્ણ અને ચારિત્ર્યવાન બને છે.

      મધ શરીર-મન-હૃદયનું દૈર્બલ્ય, દમ, અપચો, કબજિયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનિદ્રા, થકાવટ, વાયુવિકાર તથા અન્ય અસંખ્ય રોગોમાં અચૂક દવા છે.

      મધ દરેક ખાદ્ય પદાર્થ સાથે લઈ શકાય છે. ધારોષ્ણ દૂધ અને ફળોના રસમાં મધ લઈ શકાય છે. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશા હિતાવહ છે. મધને ગરમ કરવું જોઈએ નહિ. માછલી, 
દૂધ, મધ  સાથે ખાવાથી સફેદ કોઢ થાય છે. કમળબીજ, મૂળા, માંસ સાથે મધ લઈ શકાય નહિ. ઘી, તેલ જેવા ચરબીયુક્ત પદાર્થ સાથે મધ સમાન માત્રામાં લેવું વિષ સમાન છે.

       દુકાનોમાં વેચાતું, લેબોરેટરીઓમાં પાસ કરાયેલું, બાટલામાં પેક કરેલું કૃતિમ મધ એટલો ફાયદો નથી કરતુ જેટલો ફાયદો અસલી મધથી થાય છે.







Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

લીંબુના રસના ફાયદા | Benefit of Lamon

 Priti     July 19, 2018     લીંબુ, લીંબુના રસના ફાયદા, લીંબુના રસનો પયોગ, લીંબુનો રસ     No comments   


     
       શરીરમાં જે અમ્લતાનું ઝેર ઉત્પન્ન થાય છે. તેનું મારણ લીંબુ કરે છે. લીંબુમાંનું પોટેશિયમ અમ્લવિષોને નષ્ટ કરવાનું કાર્ય કરે છે.  તેમાં પ્રચુર માત્રામાં રહેલ વિટામિન 'સી' શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે સ્કર્વીના રોગમાં ઉપયોગી છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં પણ વધારે ફાયદો કરે છે. 


      લીંબુ પ્રતિઅમલક છે. બીજા ફળોની સરખાણીમાં ક્ષારિયતાનું પ્રમાણ વધારે છે. લીંબુનો રસ જંતુધ્ન છે. ખોટા આહાર-વિહારને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે. તેનો નાશ કરવા માટે સવારે નરણે કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ લેવો જોઈએ. સાથે આદુનો રસ પણ લેવો ઉપયોગી છે. લીંબુ પેશાબ વાટે યુરિક એસિડનો નિકાલ કરે છે. સાથે સાથે કબજિયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્નિ, રક્તવિકાર અને ચામડીના રોગોમાં તે અકસીર છે. લીબુંના રસથી દાંત અને પેઠાની સારી સફાઈ થાય છે. પાયોરિયા અને મોઢાની દુર્ગધને તે દૂર કરે છે. યકૃતની શુદ્ધિ માટે લીંબુ અકસીર છે. લીંબુનું સાઈટ્રિક એસિડ પણ યુરિક એસિડનો નાશ કરે છે. અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહની, કોલેરા, કફ, શરદી, શ્વાશ વગેરેમાં ઔષધિનું કામ કરે છે. લીંબુના રસમાં ટાઇફોડનાં જંતુઓનો તરત નાશ થાય છે. 
      
      નરણે કોઠે લીંબુનો રસ કૃમિ કે જે બિનઉપયોગી ઝેરી એસિડ પેદા કરે છે તેનો નાશ કરે છે. લીંબુના સેવનથી પિત્ત શાંત થાય છે. મોંમાંથી લાડ પડતી બંધ થાય છે. લોહીની શુદ્ધિ થતાં શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી ઝેરી તત્વ નાશ પામતા શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી માંશપેશીઓને નવું બળ મળે છે. લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. જે કુટુંબમાં લોકો રોજ એક લીંબુનો ઉપયોગ કરે છે ત્યાં ત્યાં દરેક સ્વચ્છ, સુખી, અને પ્રશન્ન રહે છે.
    
      ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મેળવીને લેવાથી શરદી, કફ, ઈન્ફ્લૂએંજા વગેરેમાં પૂરી રાહત મળે છે.  લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે.
      
      કફ, ઉદરસ, દમ, શરીરના દુખાવાના કાયમી દર્દીઓને લીંબુ લેવું નહિ. લોહીનું નીચું દબાણ, માથું દુખવું, પગમાં કળતર, તાવ વગેરેમાં લીંબુ નુકસાનકારક છે. 





Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, January 1, 2017

લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ

 Priti     January 01, 2017     લસણ, લસણનાં ફાયદા, લસણનો ઉપયોગ     No comments   





લસણનાં ફાયદા:-

લસણ બે પ્રકાર છે:


1) ઘણી બધી કળીઓવાળું લસણ
2)  માત્ર એક કળીવાળું લસણ.


ગુણદ્રષ્ટિએ  બંને સરખાં છે પણ એક કળીવાળું લસણ અૌષધમાં વધારે ઉપયોગી બને છે.




લસણનો કેવી રીતે ઉપયોગ કરવો:-

       લસણને સારી રીતે ફોલી, એની કળીઓનો ઉપયોગ કરવો.

          આયુર્વેદશાસ્ત્રમાં લસણના નીચે મુજબના પ્રયોગો સૂચવવામાં આવ્યા છે :-

1) લસણની 5, 7 કળી, તલ કે સરસવનું તેલ 10 ગ્રામ, બંનેને સારી રીતે ગરમ કરી ખોરાકમાં ઉપયોગ કરવો. એના સેવનથી વાતજ, આમજ, અજીર્ણના રોગો , ગેસ , વાયુ શૂળ જેવા રોગો દૂર થશે.

2) લસણની 7 કળી, મધ 25 ગ્રામ, બંનેને સારી રીતે લઢી તેનું ચાટન બનાવી લેવું. આ ચાટનના સેવનથી શરદી, કફ, વાતશૂળ, હ્રદયશૂળ જેવા કફજન્ય રોગો, વાતજન્ય રોગો દૂર થશે.

3)  લસણ 100 ગ્રામ, 200 સાકર, સાકરની મુરબ્બા જેવી ચાસણી બનાવી, ગરમ ચાસણીમાં લસણના ટુકડા નાખી દેવા અને આઠેક દિવસ રાખી તેનો ઉપયોગ કરવો. આ પ્રયોગથી મગજના જ્ઞાનતંત્રની આસપાસ જે કેટલાક રોગો થાય છે તેમાં સારી અસર જોવા મળશે.

4)  લસણ, લીંબુનો  રસ અને કોથમીર સમાન ભાગે સારી રીતે ચટણી બનાવીને એનો ખોરાક સાથે ઉપયોગ કરવો. રોજિંદા ઉપયોગથી જંતુજન્ય દોષો, એલર્જી-જન્ય રોગો, મંદાગ્નિજેવા નાનામોટા પચનતંત્રના રોગોમાં સારો ફાયદો થશે.



5)  લસણ ગ્રામ 100, લીંબુનો રસ ગ્રામ 100 અને સાકર ગ્રામ 100 લઈ લીંબુનો રસ અને સાકરની ચાસણી બનાવી, લસણની કળીઅો એમાં નાખી દેવી અને આઠેક દિવસ રાખ્યા પછી એનો ઉપયોગ કરવો. એના સેવનથી પણ પચનતંત્રના રોગો, જ્ઞાનતંત્રના રોગો, જ્ઞાનતંત્રના રોગો પર સારો ફાયદો થશે.

6)  જે લોકોને લસણની વાસનો અણગમો હોય તેઓને માટે પણ શાસ્ત્રકારોએ લસણને ગંધરહિત બનાવીને ઉપયોગ કરવાના પ્રયોગો સૂચવ્યા છે. 100 ગ્રામ લસણ, 200 ગ્રામ છાશમાં રાત્રે પલાળી દેવું. અને સવારના એ છાશ કાઢી લઈને નવી તાજી છાશમાં રાખો. આ રીતે સાત દિવસ સુધી છાશ બદલતા રહીને , લસણને ગંધરહિત બનાવી શકાય. એનો ઉપયોગ પણ ઉપરના જુદા જુદા પ્રયોગોની જેમ કરી શકાય છે.





Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, January 9, 2016

આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati

 Priti     January 09, 2016     આમળાં, આમળાંથી રોગમાં ઉપચાર, આમળાના ફાયદા     No comments   






આમળાંનાં વિવિધ રોગમાં થતા ફાયદા :-

  • વાળને લાંબા, કાળા, સુંવાળા, કરે છે. તેથી જ માથામાં નાખવાના તેલમાં આપણે આમળાં નાખીએ છીએ. બજારમાં આમળાંની પડી તૈયાર મળે છે. આ રીતે બાહ્ય પ્રયોગમાં તો ઉપયોગી છે. સાથે સાથે આમળાંની સેવનથી પેટ અને શરીરની ગરમી દૂર થઈ ખરતા વાળ અટકીને લાંબા થાય છે. ખરતા વાળ માટે આમળાંના ચૂર્ણને પાણીમાં કાલવીને રાત્રે વાળના મૂળમાં ભરી દેવું સવારે કોકરવરણા પાણીથી માથું ધોઈ નાખવું.
  • વાળની જેમ આંખ માટે પણ આમળાં સારાં છે. દ્રષ્ટિ સુધારવા અને તેની જ્યોતિ વધારવા આમળાં ખૂબ ઉપયોગી છે. આમળાંના ચૂર્ણને પાણીમાં કાલવી તેની થેપલી બનાવી આંખ ઉપર મૂકવાથી આંખને અપાર ઠંડક મળે છે. અને આંખની શક્તિ વધે છે. આમળાંની બનાવટ ત્રિફળા ચૂર્ણને રાત્રે રાત્રે પાણીમાં પલાળી સવારે એ પાણી નિતારી આંખે છાંટવાથી આંખનુ તેજ ઉતરોતર વધે છે અને ચશ્માં આવતા નથી. આ પ્રયોગ ખૂબ જાણીતો છે.
  • કબજિયાત આજનો વ્યાપક વ્યાધિ છે. કાયમી ધોરણે કબજિયાત મટાડવા આમળાં ખૂબ ઉપયોગી છે. આમળાં સારક છે. એકલું આમળાંનું ચૂર્ણ ગરમ કે ઠંડા પાણી સાથે ફાકવાથી કબજિયાત મટે છે.
  • આમળાં અગ્નિવર્ધક છે. એટલે ભૂખ ન લાગતી હોય, ભૂખ મરી ગઈ હોય કે ખોરાકમાં રુચી ન હોય તો તે બધી જ ફરિયાદ આમળાંના સેવનથી દૂર થાય છે.
  • અગ્નીવર્ધક સાથે આમળાં પાચક છે. જેથી જે ખોરાક ખાવામાં આવ્યો હોય તેનું સારી રીતે પાચન થાય છે. જેથી અપચો દૂર થાય છે, ગેસ થતો નથી, આફરો ચડતો નથી, પેટ હળવું ફૂલ રહે છે. અને સમયસર ભૂખ લાગે છે.
  • આમળાં રોચક પણ છે. જેથી ખાવામાં તે રુચિ ઉત્પન્ન કરે છે. ખાવાનું ભાવતું ન હોય કે ખાવા બેસીએ ત્યારે ખોરાકનો સ્વાદ જ ન લગતો હોય તે આમળાંના સેવનથી મટે છે.
  • આમળાંના આ ગુણોને લઇને જે ખોરાક ખાવામાં આવે છે તેનુ સારી રીતે પાચન થઇને તેનાથી શરીરને જરૂરી પૂરતાં તત્વો મળી રહે છે. એટલે આમળાંથી શરીરને  પોષણ મળે છે.
  • શરીરને પૂરતું પોષણ મળતાં ધાતુઓની વૃધ્દ્રિ થાય છે. આમળાંના નિયમિત સેવનથી શરીરની સપ્ત ધાતુની ક્રમશઃ વૃધ્દ્રિ થાય છે.
  • સપ્તધાતુની વૃધ્દ્રિથી શરીરની દુર્બળતા, અશક્તિ, માયકાંગલાપણું,શરીરની શિથિલતા દૂર થઈ શરીરમાં શક્તિમાં શક્તિનો સંચાર થાય છે. આ રીતે, આમળાં બળવર્ધક અને શક્તિવર્ધક તરીકે પણ કામ આપે છે.
  • આમળાંમાં લોહતત્ત્વ હોવાથી લોહીના રક્તકણોની વૃધ્દ્રિ કરે છે. પરિણામે શરીરની લોહીની ઓછપ દૂર થાય છે.શરીરની પાંડુતા મટે છે. લોહીની વૃધ્દ્રિ થાય છે. લોહીની શુધ્દ્રિ થાય છે. અને લોહી બગાડના નાનામોટા રોગો મટે છે.
  • આમળાં વીર્યવર્ધક છે કારણ કે સપ્તધાતુ સાથે વીર્યની  વૃધ્દ્રિ પણ થાય જ. તેથી શુકલ્પતા , શુક્ર તારલ્ય, શીધ્ર પતન, જાતીય નબળાઇ વગેરેમાં તે સારું કામ આપે છે.
  • વીર્ય વૃધ્દ્રિ સાથે શુક્રજંતુ એટલે વીર્યમાં રહેલા પ્રજોત્પાદક સ્પમૅની પણ વૃધ્દ્રિ કરે છે. તેથી જેઓને સીમાનમાં 60 મિલિયનથી ઓછો કાઉન્ટ હોય અને તેને કારણે વંધ્યત્વ આવતું હોય તો તે મટે છે. પુત્રોત્પ્તિ માટે આ રીતે આમળાંનું સેવન હિતકર છે.
  • જો લોહી બગાડથી ખીલ થયા હોય તો આમળાંના ચૂર્ણને પાણીમાં કાલવી ખીલ ઉપર લેપ કરવામાં આવે અને આમળાંનું ચૂર્ણ ખાવામાં આવે તો ખીલ જરૂર મટે છે.
  • શરીર ઉપર, કોણી, ડોક, આંગળીના વળાંક, ગુઠણ, બગલ, જાંગોની વચ્ચે કાળા ડાઘ હોય અને તેને દૂર કરવા હોય તો આમળાંને પાણીમાં કાલવી આવી જગ્યાએ સારી પેઠે રગડવાં પછી લેપ કરી સુકાવા દેવું. છેલ્લે ઘસીને એ લેપ ધોઈ નાખવો અને આમળાંની બનાવટનું સેવન કરવું. ડાઘા નીકળી જશે.
  • આ રીતે સફેદ કોઢ, ખંજવાળ, ખોડો, દાદર, કરોડીયા જેવા ચામડીના રોગો આમળાંના સેવનથી મટે છે.
  • ધાતુવર્ધક અને લોહી સુધારક આમળાં કાંતિવર્ધક છે. જ્યારે લોહી સુધરે - વધે, સાથે ધાતુઓ વધે - બળ વધે, ત્યારે શરીરમાં કૌવત આવે. ક્રાંતિ આવે, ઓજ વધે, સ્ફૂર્તી વધે, તાજગી વધે.
  • ઉપરનાં બધાં કારણોને લઈ આમળાંનું કે તેની બનાવટ રસાયણ ચૂર્ણનું નિયમિત સેવન કરનારને અકાળે વૃધ્દ્ર્ત્વ આવતું નથી. તેની યુવાની લાંબા સમય ટકી રહે છે.
  • આમળાં સેવનથી રોગપ્રતિકાર શક્તિ પણ વધે છે. નાના અને સમાન્ય રોગો તો થતા જ નથી અને થતા હોય તો વહેલા મટે છે. આ રીતે શરીરમાં ઇમ્યુનિટી પાવર વધે છે.
  • આમળાં પરમ શીતળ એટલે ઠંડા છે. શરીરની ગરમી ને દૂર કરે છે, તેથી પિત અને ગરમીના રોગ તે મટાડે છે.આને કારણે શરીરમાં થતી વિવિધ બળતરા આમળાંથી મટે છે. આંખોની બળતરા, હાથપગનાં તળિયાંની બળતરા, પેટની બળતરા, પેશાબની બળતરા, યોનીની બળતરા, ગર્ભાશયની બળતરા, વગેરે શરીરની તમામ પ્રકારની બળતરા શરીરની તમામ પ્રકાર ની બળતરા આમળાંથી મટે છે.
  • ગરમી સાથે રક્તસ્ત્રાવ પણ આમળાં અટકાવે છે. નાકમાંથી નસ્કોરી ફુતવી,હરસ  દ્રારા લોહી પડવું, ઝાડામાં લોહી પડવું, ગડફામાં લોહી પડવું, વગેરે શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી પડતું હોય તો આમળાં તે મટાડે છે. હેમરેજ ને કારણે થતો રક્તસ્ત્રાવ પણ આમળાંથી મટે છે .
  • પુરપુરા નામનો એક રોગ થાય છે. તેમાં આંખના ખૂણા, આંતરડા, જીભ, મળ, વગેરે દ્રારા લોહી ખૂબ ધીમું ઝમ્યા જ કરે છે. આયુર્વેદની દ્રષ્ટીએ આ એક જાતનો રક્ત પિતનો જ રોગ છે. તેમાં પણ આમળાં કામયાબ છે.
  • પિતશામક હોવાથી આમળાં તરસ છિપાવે છે. જેને સતત તરસ લાગ્યા જ કરતી હોય તેને આમળાં સેવન હિતકર છે .
  • ઘણા લોકો મોઢું આવી જવાની ફરિયાદ કર્યા કરતા હોય છે. ઘણા પ્રયોગો અને દવા કરાવવા છતાં મોઢું મટતું નથી હોતું. મોંનાં ચાંદાં રૂઝાતાં નથી હોતાં. આવી વ્યક્તિએ આમળાંનું સેવન કરી જોવા જેવું છે. મુખવાસ -સ્ટોમેટાઇટીસ મટી જશે.
  • મુખપાક જેવો અમ્લપિત ખૂબ વ્યાપક વ્યાધિ છે. એસિડિટી રોગી ખૂબ હેરાન થતા હોય છે. આમ તો અમ્લપિત ના રોગી માટે ખટાશ અપ્થ્ય છે. પરંતુ આમળાં તેમાં અપવાદ છે. એક માત્ર આમળાંના સેવનથી પણ અમ્લપિત મટયાના દાખલા છે.
  • આમળાં પેશાબના રોગોમાં પણ અકસીર છે પેશાબની બળતરા-ઉનવા વિષે આપણે આગળ જોઈ ગયા. વધારે પડતો પેશાબ થવો, ડહોળો પેશાબ થવો, પરમિયો થવો, પેશાબ અટકી અટકીને થવો, વગેરે પેશાબના  વિવિધ રોગોમાં આમળાં ગુણકારી છે.
  • પ્રમેહમાં તો આમળાં અસરકારક છે  જ. ઉપરાંત ડાયાબિટીસ-મધુપ્રમેહમાં આમળાં ખૂબ સારું કામ આપે છે.હળદર આમળાંનું ચૂર્ણ નિયમિત લેનારનો  ડાયાબિટીસ નિયંત્રણમાં આવી જાય છે.
  • આમળાં સ્મૃતિવર્ધક પણ છે. જેમની યાદશક્તિ ઘટી હોય કે ઓછી હોય તેને માટે આમળાં સારાં છે.
  • સ્મતિવર્ધક સાથે તે અપસ્માર અને ગાંડપણમાં પણ સારું કામ કરે છે. આ માનસિક રોગોમાં જો આમળાંની બનાવટો સેવવામાં આવે તો તેની તિવ્રતામાં જરૂર ફેર પડે છે.
  • બહેનોના કેટલાક રોગો જેવા કે સફેદ પાણી પડવું, શરીર ધોવાવું(શ્વેતપ્રદર) અને લોહીવા વગેરેમાં આમળાં લાભકારક છે. ગર્ભાશયનો સોજો હોય, માસિક અનિયમિત હોય કે પ્રજનન તંત્રની બીજી કોઈ ખામી હોય તો આમળાંથી તે મટે છે.
  • આમળાં યકૃત લીવરની કાર્યશક્તિ પણ વધારે છે. લીવરનો સોજો, તેની કર્યલ્પ્તા, વગેરેમાં જો આમળાં અપાય તો ફાયદો થાય છે.
  • આમળાં અસ્થિસંધાનક પણ છે. હાડકાં ભાંગે (ફેક્ચર થાય) ત્યારે જો આમળાંનું સેવન કરાય તો તે વહેલા સંધાઈ જાય છે.
  • ઉધરસમાં આમળાંનું સેવન કરવું જોઇએ. તેમાં પણ જો સૂકી ઉધરસ હોય તો આમળાં લાભપ્રદ સિધ્દ્ર થશે.
  • હાથ-પગના સમાન્ય સોજામાં આમળાં લેવાથી ફાયદો થાય છે. આંતરડાનો સોજો-કોલાઇટીસ હોય તો તેમાં પણ આમળાં ફાયદો કરશે.
  • જીર્ણ જવર હોય, સાંજ પડ્યે શરીર તપી જતું હોય, આળસ આવ્યા કરતી હોય તો આમળાંના સેવનથી ઝીણા તાવની ફરિયાદ દૂર થશે.
  • શરીરમાં ફૂડ પોઇઝનીંગ થયું હોય, કોઈ દવાનું રિએક્શન આવ્યું હોય, ધીમું ઝેર ફેલાયું હોય અને તેની અસર લાંબા સમયથી જતી ન હોય તો આમળાંનું સેવન હિતકર બની રહેશે.
  • ઉલટી સમાન્ય રીતે અપચાની હોય છે. આવી ઉલટી બેસી જશે.
  • શરીર સુકાઈ ગયું હોય, ધાતુઓ ક્ષીણ થઇ ગઈ હોય, ખૂબ દુર્બળતા વાર્તાતી હોય તો આમળાંનું જીવન જરૂર મદદરૂપ થશે.
  • વારં વારં ચક્કર આવ્યા કરતા હોય તો કાળાં મરી સાથે આમળાં લેવાથી ચક્કર બંધ પડશે.
  • ઘણી વાર મૂર્છા આવતી હોય છે. આવા સંજોગોમાં આમળાંના સેવનથી પરિસ્થિતી હળવી બનશે.
  • કમળાના રોગી માટે આમળાંનું સેવન ઘણી મોટી આશા બની રહેશે. કમળાના વાવડ વખતે આમળાંના સેવનથી કમળો થશે પણ નહિ. જો કમળો થયો હશે તો આમળાં તેને મટાડવામાં મદદ કરશે.
  • ગરમીને લઇને માથું દુખતું હોય તો આમળાંનું ચૂર્ણ સાકર સાથે લેવાથી માથાનો દુખાવો બેસી જશે.
  • અવાજ બેસી ગયો હોય ત્યારે આમળાંનું ચૂર્ણ મધમાં કાલવીને ચાટવું જોઇએ. તેમ કરવાથી ગળું ખૂલી જશે.
  • શીળસના રોગીએ આમળાંનું ચૂર્ણ ગોમૂત્રમાં કાલવીને શરીરે લગાવવું. તરત જ શીળસ બેસી જશે.


આમળાં ઉપયોગમાં લેવાની રીત:-

        શરદ ઋતુમાં આમળાંને ફળ બેસે છે. નવરાત્રિ અને દીવાળી આવતાં આવતાં આ ફળો પરિપક્વ અને મોટાં થઇ જાય છે. અત્રે થેટ મહાશિવરાત્રિ સુધી જોવા મળે છે. આવાં તાજાં આમળાંને તો કાચાં જ ખાવાં જોઇએ. તે જેમ કાચાં ખાશો તેમ તેનો સ્વાદ આવશે. ઉપર પાણી પીશો તો મીઠું લાગશે. દાંત મજબૂત બનશે અને શરીરને લાભ કરશે. બજારમાં જ્યાં સુધી તાજાં લીલાં આમ મળે ત્યાં સુધી તેને કાચાં જ ખાવાનો આગ્રહ રાખવો જોઇએ.
          
          ઘણાંની ફરિયાદ છે કે, આમળાં ખાવાથી દાંત ખટાઈ જાય છે. તેમણે આમળાંને લાવી તેમાં સોય કે સાયાથી કાણાં પાડી મીઠાના પાણીમાં ડુબાડી રાખવાં. દસ -પંદર દિવસ પછી આવા મીઠાના પાણીવાળાં આમળાં ખાવા શરુ કરવાં આવાં આમળાં તાજાં આમળાં જેટલો લાભ તો કરશે જ, અને દાંત ખટાઈ  નહિ જાય તે લાભ કરશે.

          લીલાં આમળાંનો જ્યુસરમાં રસ કાઢીને 20 થી 40 ગ્રામ રોજ પીવો જોઇએ. આમળાંને છુંદી, નિચોવીને રસ કાઢી પી શકે છે.

          આમળાંને કાપી તેની કાતરી ઉપર મીઠું ચડાવી તેની સૂકવણી કરાય છે. આ સૂકવણી મુખવાસ તરીકે બારે માસ ખાય શકાય છે.

          તાજાં આમળાંને વાટી તેને ચટણી જેવું કરી તેને ખોરાક સાથે ચટણીની જેમ લઈ શકાય છે.
           
          સૂકાં આમળાંને ખાંડી તેને ચાળીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણ 3 થી 4 ગ્રામ દિવસમાં 2 થી 3 વાર પાણી સાથે લઈ શકાય. બીજાં ચૂર્ણોમાં પણ આમળાંનું ચૂર્ણ ભેળવી ઔષધ તૈયાર કરી શકાય. આમળાંનાં ચૂર્ણને પાણીમાં કાલવી શરીરે ચોળીને સ્નાન કરવાથી ચામડી સુંવાળી અને નીરોગી બને છે.

          સૂકાં આમળાંને અધકચરાંખાંડી તેમાં 8 ગણું પાણી નાંખી ધીમા તાપે ઉકાળવું ચોથા ભાગનું પાણી બાકી રહે એટલે ગાળીને 30 થી 40 ગ્રામ દિવસમાં 2 થી 3 વાર પી શકાય.

          લીલા આમળાંનાં રસને બીજા અૌષધોને ભાવના આપવા વપરવામાં આવે છે. તે જ રીતે, સૂકાં આમળાંના ચૂર્ણને બીજાં ચૂર્ણો સાથે મિશ્ર કરી નવું અૌષધ બનાવાય છે.

          લીલાં આમળાંને બાફી તેનો માવો કાઢી તેને ઘીમાં પકવી તેનો પાક બનાવવામાં આવે છે. જેને  જીવન કે ચ્યવનપ્રાશ કહેવામાં આવે છે. તેનો ખૂબ ઉપયોગ થાય છે.



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Thursday, January 7, 2016

તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati

 Priti     January 07, 2016     Best Tulsi Plant, Tulsi Ayurveda, તુલસી, તુલસીનાં ફાયદા, તુલસીનો ઉપયોગ   

  
તુલસી :
તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવે છે. હિન્દુઓના દરેક શુભ કાર્યમાં, ભગવાનના પ્રસાદમાં તુલસીનો ઉપયોગ થાય છે. તુલસીનાં ફાયદા અનેક છે. 

        જ્યાં તુલસીનાં છોડ વધારે પ્રમાણમાં હોય છે ત્યાંની હવા શુદ્ધ અને પવિત્ર રહે છે. તુલસીનાં પાનમાં એક વિશિષ્ટ તેલ હોય છે કે જે જંતુયુક્ત હવાને શુદ્ધ કરે છે. મેલેરિયાનાં જંતુઓનો નાશ થાય છે. તુલસીની પાસે બેસી પ્રાણાયામ કરવાથી કીટાણુઓનો નાશ થાય તથા શરીરમાં બળ, બુદ્ધિ અને ઓજની વૃદ્ધિ થાય છે. સવારે નરણે કોઠે તુલસીનો રસ અને પાણી લેવામાં આવે તો બળ, તેજ અને સ્મરણશક્તિની વૃદ્ધિ થાય છે.

        તુલસીમાં એક વિશેષ એસિડ હોય છેં જેના મોંમાંથી દૂર્ગધ આવતી હોય તે વ્યક્તિ જો તુલસીનાં થોડાં પાન દરરોજ ચાવે તો તેની દૂર્ગધ દૂર થાય છે.ભોજન પછી થોડાં પાન ચાવી લેવાથી સ્વાસ્થયની વૃદ્ધિ થાય છે, મળની નિવૃત્તિ થાય છે, કીટાણુઓનો નાશ થાય છે, અંગની શક્તિ વધે છે, મનવાણી વશમાં રહે છે. તુલસીનું દર્શન અને સ્પર્શ પણ લાભદાયી છે. ભગવાન વિષ્ણુને ત્રણ ચીજો અતિ પ્રિય છે : ભગવાન શંકર, તુલસી, અને આમળાં. આપણા દેશમાં તુલસીની પૂજા થાય છે, તેનું કારણ તેની સર્વાંધિક ગુણવતા છે.


તુલસીનાં ફાયદા વિવિધ રોંગોમાં :

આંખ, નાક અને કાનના રોગમાં 

  1. તુલસીનો રસ કાઢી આંખોમાં આંજ્વાથી આંખોની પીડા અને અન્ય રોગ દૂર થાય છે. જો તુલસીના રસમાં થોડુંક અસલી મધ મેળવી, ગાળીને શીશીમાં રાખી લેવામાં આવે તો તે આંખોમાં નાખવા માટે ઉતમ "આઇડ્રોપ્સ" ઔષધિ નું કામ આપી શકે છે.
  2. આંખો સૂઝી જાય કે તેમાં ચળ આવતી હોય તો તુલસીના પાનનો ઉકાળો બનાવી તેમાં થોડીક ફટકડી વાટીને નાંખી દો. જ્યારે આ ઉકાળો ઠંડો પડી નવશેકો રહે ત્યારે સ્વચ્છ રૂને તેમાં બોળી વારંવારં પાંપણોને શેકો . દરેક પાંચ મિનિટમાં બે વખત શેક્વાથી સોજો ઓછો થઈ આંખો ખૂલી જાય છે.
  3. જો કાનમાં દુખતુ હોય કે શ્રવણ શક્તિમાં કંઈક ગરબડ જણાય  તો તુલસીનો રસ નવશેકો કરી કાનમાં બે -ચાર ટીપા કાનમાં નાખવાથી આરામ થાય છે. કાન વહેતો હોય તો કાનમાં પરુ થયુ હોય અને દુર્ગંધ મારતી હોઈ પણ દરરોજ આવા રસના ટીપા નાખવાથી ફાયદો થાય છે.
  4. તુલસીના પાન અને સરસવનું તેલ લઈ ઓછો તાપે આગ પર શેકો. પાન બળી જાય ત્યારે તેલને ઉતારી લો અને ગાળી નાખીને બે-ચાર ટીપા કાનમાં નાખતા રહેવાથી બધી જાતના કાનના દર્દો મટે છે.
  5. જો નાકમાં દરદ થતું હોય તો , એમાં કોઈ જાતનો જખમ અથવા ફોલ્લીઓ થઈ ગઈ હોય તો તુલસીના સૂકા પાનનો ખૂબ બારીક રીતે વાટીને છીકણીની જેમ સૂંઘવાથી આરામ થાઈ છે.
  6. નાકમાં પીનસ રોગ થઈ કીડા પડી ગયા હોય અને દુર્ગંધ આવતી હોય તો વન તુલસીના પાનનો રસ અને કપૂર મેળીવીને નાસ લેવો જોઇએ.
ખાંસીમાં થતા તુલસીનાં ફાયદા
  1.  સાધારણ ખાંસીમાં તુલસી  અને અરડૂસીનાં પાનનો રસ સરખે સરખી માત્રમાં લઈ મિશ્રણ કરી સેવન કરવાથી  જલ્દીથી ફાયદો થાય છે
  2. તુલસીના બીજ, લીમડાની ગળો ,સૂંઢ અને ભોંય ભોંગડીની  જડૉ સરખા વજનમાં લઈ વાટી ઘુંટી ચાળી ચૂર્ણ બનાવી તેમાંથી અડધો માંશો ચૂર્ણ મધ સાથે લેવાથી ખાંસીમાં ફાયદો કરે છે.
  3. સૂકી ઉધરસમાં તુલસીની માંજર અને આદુને  સરખા ભાગે લઈ વાટીને મધ સાથે ચાટવામાં આવે.
  4. તુલસીની માંજરી , વજ્પીપર દરેક અડધો તોલો અને સાકર બે તોલો લઈ  અેક શેર પાણીમાં ઉકાળો અને જ્યારે બળતા  બળતા અડધુ પાણી રહે ત્યારે ગાળી નાખો. પછી દિવસમાં એક  એક અધોળ લેવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે.
  5. તુલસીનો રસ અને જેઠી મધનો રસ ભેગો કરી ચાટવાથી  ખાંસી મટે છે.
  6. તુલસી અને કસોઁદરાના પાનનો રસ ભેગો કરી પીવાથી ખાંસીમાં ફાયદો કરે છે.
  7. ચાર - પાંચ લવીંગ શેકીને તુલસીપત્રની સાથે લેવાથી બધી જ જાતની ઉધરસમાં ફાયદો કરે છે.
  8. સુકી ખાંસીમાં જો ગળુ બેસી ગયુ હોય તો તુલસીપત્ર, ખસખસ અને જેઠીમધને  વાટીને સરખા ભાગે લાલ બુરા કે ખાંડ સાથે મેળવી હુંફાળા પાણી સાથે સેવન કરો.
  9. તુલસીના પાન અડધો તોલો, ઘંઉના લોટનુ ચળામણ એક તોલો  અને જેઠી મધ અડધો તોલો  લઈ પાશેર પાણીમાં ઉકાળો. બળતા અડધુ રહે ત્યારે ગાળીને થોડાક દેશી બૂરા કે ખાંડ સાથે લેવાથી ઉધરસ એકદમ મટે છે.
  10. તુલસીપત્ર, હળદર અને કાળી મરીને ઉપરોકત રીતે ઉકાળો બનાવી સળેખમ અને જીણા તાવમાં લેવાથી ફાયદો થાય છે.
બાળકોના રોગ 
  1. બાળકોને શીતળા નીકળ્યા હોય ત્યારે તુલસીની માંજરો, અજમો અને આદુ સરખા ભાગે લઈ દિવસમાં કેટલીય  વાર સેવન કરવાથી લાભ થાય છે.
  2. 1 તોલો તુલસીપત્ર, 1 તોલો મેથી અને 6 માશા કડુને અર્ધ પાશેર પાણીમાં ઉકાળો. જ્યારે ચોથો ભાગ રહે ત્યારે ગાળી નાખી ઠંડુ કરીને પીવડાવવાથી શીતળાથી આવતા તાવમાં ફાયદો કરે છે.
  3. બાળકને શરદી કે ખાંસી થઈ જાય ત્યારે તુલસી પત્રનો રસ, અજમો અને  આદુનો રસ ત્રણે પોણો 1 તોલો લઈ ખરલ પર ખૂબ લસોટી અને અઢી તોલો મધ મેળવી શીશીમાં ભરી લો અને  આમાંથી 30 થી 60 ટીપાં સુધી દિવસમાં ત્રણ વખત આપવાથી લાભ થાય છે.
  4. તુલસીપત્ર, બાવળની કૂંપળો અને અજમો દરેક અેક અેક તોલો લો અને તેમાંથી 6 માશા કે નવટાંક પાણીમાં ઉકાળો, જ્યારે ચોથા ભાગનું રહે ત્યારે ગાળીને  બાળકોને પીવડાવો. આથી બધી જાતના તાવમાં ફાયદો થાય છે.
  5. નાના બાળકોના પેટ ફુલવાં પર તુલસીનો સ્વરસ ઉંમર પ્રમાણે 2 થી 6 માશા પીવડાવવાથી આરામ થાય  છે.
  6. દાંત આવતી વખતે બાળકોને જે ખૂબ ઝાળા થઈ જાય છે તેમાં તુલસીના પાનનું ચૂર્ણ દાડમના શરબત સાથે આપવાથી ફાયદો કરે છે.
પેટના રોગો પર 
  1. તુલસીના તાજા પાનનો રસ એક તોલો દરરોજ સવારે પીવાથી અજીર્ણ મટે છે .
  2. તુલસીના પંચાંગનો  ઉકાળો બનાવીને પીવાથી દસ્તની તકલીફ દૂર થાય છે અને પાચન શક્તિ વધે છે.
  3. ઉપરોક્ત ઉકાળોમાં એક કે બે  રતી જાયફળનું ચૂર્ણ મેળવીને પીવાથી દસ્તની મુશ્કેલ બીમારીમાં પણ જલ્દી  ફાયદો થવા માંડે છે.
  4. તુલસી અને આદુનો રસ એક એક ચમચો મેળવીને દિવસમાં ત્રણ વખત પીવાથી પેટના દર્દમાં તરત જ ફાયદો થાય છે.
  5. તુલસીના અગિયાર પાન લઈ એક માશો વાવડીંગની સાથે વાટી નાખો અને પછી તેને સવાર-સાંજ તાજા પાણી સાથે લેવાથી પેટનાં કૃમિ મરી જાય છે.
  6. તુલસીના પાન અને સરગવાના પાનના નવટાંક રસમાં સિંઘવ મીઠું નાખી સેવન કરવાથી મંદાગ્નિની તકલીફ દૂર થઈ સાફ દસ્ત આવે છે 
  7. તુલસીના સુકા પાન,સૂંઠ અને ગોળને ભેગા કરી મોટી ગોળીઓ બનાવી રાખી તેને દરરોજ લેવાથી દસ્તાના ફાયદો થાય છે.
  8. તુલસીના સૂકા પાનનું એક માશો ચૂર્ણ અને ત્રણ માશા ઇસબગુલ ભેગાં કરી દહીં સાથે દરરોજ સેવન કરવાથી પાતળા ઝાડા થઈ ગયા હોય તો ફાયદો થાય છે.
ફોલ્લા , ઘા અને ચામડીના રોગો પર 
  1. તુલસીના પાનને લીંબુના રસમાં વાટીને દાદર પર લગાવવાથી આરામ થાય છે.
  2. તુલસીપત્રનો રસ બે ભાગ અને તલનુ તેલ એક ભાગ ભેગુ કરી ઓછો તાપે ગરમ થઈ ગયા પછી ગાળી નાખી અને પછી તેનો ઉપયોગ ચામડીના રોગો અને ખુજલી પર કરવાથી લાભ થાય છે.
  3. અગ્નિથી દાઝિ જતાં તુલસીનો રસ અને નાળીયેરનું તેલ બરાબર હલાવીને લાગવાથી બળતરા મટે છે. ફોલ્લા પડી ગયા હોય કે ઘા પડી ગયા હોય તો તે પણ જલ્દીથી સારા થઈ જાય છે.
  4. તુલસીનાં પાનને ગંગાજળમાં વાટીને નિરંતર લગાવતા રહેવાથી સફેદ ચાડાં અને કોઢ થોડા વખતમાં ઠીક થઈ જાય છે.
  5. બાલ તોડ વાળના તૂટી જવાથી થાય છે, તેના પર તુલસીપત્ર અને બોરને વાટીને લગાવવાથી આરામ થાય છે.
  6. નાકની અંદર ફોલ્લીઓ થઈ હોય તો તુલસીપત્ર અને બોરને વાટીને સૂંઘવાથી અને લગાવવાથી લાભ થાય છે.
  7. પેટમાં અંદર ફોલ્લા થયા હોય કે ગોળો ચડતો હોય તો તુલસીપત્ર અને સૂવાની ભાજીનો ઉકાળો બનાવી તેમાં થોડુંક સિંધવ મીઠું નાખીને પીવુ જોઇએ.
  8. તુલસીપત્ર અને ફટકડીને ખૂબ જ બારીક વાટીને ઘા પર ભભરાવવાથી તે જલ્દી સારો થઈ જાય છે.
  9. વાળ ખરવા કે અકાળે સફેદ થઈ જવા તે પણ એક ચર્મવિકાર જ છે. તેના માટે તુલસીપત્ર અને સૂકા આંબળાનું ચૂર્ણ માથામાં સારીરીતે ઘસીને સાધારણ ગરમ પાણીથી ધોવું જોઇએ.
  10. બંગલામાં થતા ફોલ્લા પર તુલસીપત્ર, રાઇ, ગોળ અને ગુગળ સરખા ભાગે લઈ પાણીમાં વાટી ગરમ કરી બાંધવાથી તે ફૂટીને મટી જાય છે.
  11. તુલસીના પાનને લીંબુના રસમાં વાટીને લગાડવાથી દાદર પણ મટી જાય છે.
  12. તુલસી અને લીમડાના પાનને દહીમાં વાટીને લગાડવાથી પણ દાદર મટી જાય છે.
મગજ અને સ્નાયુને લગતા રોગો
  1. તંદુરસ્ત અવસ્થામાં પણ તુલસીનાં આઠ-દસ પાન અને ચાર-પાંચ કાળા મરી બારીક રીતે લસોટી, ગાળીને દરરોજ સવારે લેવામાં આવે તો મગજની શક્તિ વધે છે. જો ઠીક લાગે તો તેમાં બે-ચાર બદામ અને થોડુંક મધ મેળવીને ભાંગની જેમ બનાવી શકાય.
  2. પ્રાંતઃકાળે સ્નાન કર્યા બાદ તુલસીના પાંચ પાન પાણીની સાથે લેવાથી મગજની નીર્બળતા દૂર થઈ યાદ શક્તિ તેમજ મેઘાશક્તિ વધે છે.
  3. મૃગી વાઇ ફીટના રોગમાં તુલસીના તાજા પાન લીમડાના પાન સાથે વાટીને માલિશ કરવાથી બહુ જ લાભ થાય છે. આ પ્રયોગ નિયમિત રીતે ઘણા દિવસ સુધી કરવો જોઇએ.
  4. તુલસીના પાન અને બ્રાહ્મીને વાટીને ગાળીને એક ગ્લાસનું દરરોજ સેવન કરવાથી મગજની નિર્બળતાથી થતુ ઉન્માદ - ગાંડપણ મટે છે.
  5. તુલસીના રસમાં થોડું મીઠું મેળવી નાકમાં બે ચાર ટીપાં નાખવાથી મૂર્છા અને બેહોશીમાં લાભ થાય છે.
  6. તુલસીનો શ્રદ્ધાપૂર્વક નિયમિત ઉપયોગ દરેક જ્ઞાનેનિ્દ્રયોની ક્રિયાને શુધ્ધ કરીને તેમની શક્તિ વધારે છે.
દાંતોની પીડા
  1. દાંતમાં દર્દ થતુ હોય તો તુલસીના પાન અને કાળાં મરી વાટીને ગોળી બનાવી , જયાં દુઃખતું હોય ત્યાં રાખવાથી આરામ થાય છે.
  2. તુલસીના પંચાગ ( પાન, માંજર, બીજ, થડ દાળી, મુળીયા) ને વાટીને બનાવેલ એક તોલો ચૂર્ણને અડધો શેર પાણીમાં ઉકાળો. અડધું પાણી બળી જાય ઍટલે ઉતારી લઈ કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
માથાનું દર્દ
  1. માથાંના દર્દમાં તુલસીનાં સૂકા પાનનું ચૂર્ણ અથવા તુલસીના બીજનું ચૂર્ણ કપડાથી ગાળી નાખીને છીંકણીની  જેમ સૂંઘવાથી આરામ થાય છે.
  2. 35 તુલસીપત્ર, 1 સફેદ મરચુ અને 10 નંગ તુરિયા, આ  બધાને પાણીમાં વાટીને રસ કાઢી નાસ લેવાથી માથાનો જૂનો દુઃખાવો પણ મટે છે.
  3. તુલસીપત્ર અને બે ત્રણ કાળાં મરી વાટીને રસ કાઢી નાસ લેવાથી આધાસીસીનું દર્દ મટે છે.
  4. વનતુલસીનાં ફૂલ અને કાળાં મરીને સળગતા અંગારા પર નાખી તેનો ધૂમાડો સૂંઘવાથી નાસ લેવાથી માથાનું કઠણ દર્દ મટે છે.
  5. શ્યામતુલસીના મૂળિયાને ચંદનની જેમ ઘસીને લેપ કરવાથી માથાનું દર્દ મટે છે
સાંધિયા અને સાંધાઓનું દર્દ
  1. તુલસીમાં વાત વિકારને મટાડવાનો ગુણ  છે. તેથી જો વાત ના જોરથી નાડીઓમાં દુઃખાવો થતો હોય તો તેમાં તુલસીના ઉકાળાનો  પ્રયોગ લાભકારક થાય છે. જો સાંધાઓમાં પીડા થતા હોય તો તુલસીપત્રનો રસ પીતા રહેવાથી લાભ થાય છે. મચકોડ આવી હોય કે ચોટ લાગી હોય તો તુલસીના સ્વરસથી માલિશ કરવાથી આરામ થાય છે.
  2. તુલસીના મુળિયા પાન, માંજરો, દાળિયો અને બીજ, આ પાંચેયને સરખા ભાગે લઈ, વાટી, ગાળિને 6 માશા જેટલું લઈ તેટલો જ જૂનો ગોળ લઈ ભેળવી દો આને સવારે સાંજે બંને વખત બકરીના દૂધની સાથે લેવાથી સંધિવા મટી જાય છે.
સ્ત્રીઓના ખાસ રોગ
  1.  સ્ત્રીઓનો માસિક ધર્મ અટકી જાય તો તુલસીના બીજનો ઉપયોગ લાભકારક બને છે. તુલસીનાં પંચાગ (પાન, માંજરો, બીજ, લાકડા અને મુળિયા, સૂંઠ, લીમડાની છાલનો ગુંદર, અજમો અને તમાલપત્ર આ બધાને જવ જેટલા વાટી દો. તેમાથી એક તોલો લઈ પાશેર પાણીમાં ઉકાળી જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે ગાળીને પી જાવ કેટલાક વખત આવો પ્રયોગ કરતા રહેવાથી અટકી ગયેલું માસિક શરુ થઈ જાય છે.
  2. જો રજોદર્શન (માસિક ધર્મ) થાય ત્યારે તુલસીના પાનનો ઉકાળો બનાવી, ત્રણ દિવસ સુધી અડધો ગ્લાસ પી લેવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે. આ પ્રયોગ ગર્ભ નિરોધની દ્રષ્ટિથી ખાસ ઉપયોગી છે કારણ કે તેથી પ્રજનન અંગોને નુક્શાન થતુ નથી. આ તેમને શુધ્ધ અને દોષરહિત કરીને શક્તિશાળી બનાવી દે છે . માટે જેવી રીતે આ ગર્ભ નિરોધનું કામ કરે છે તેવી જ રીતે વંધ્યા સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે પણ પ્રયોગ કરી શકે છે.
  3. ગર્ભાવસ્થાવાળી સ્ત્રીને છાતી અને પેટ પર ખૂજલી આવતી હોય તો વનતુલસીના બીજનો લેપ કરવાથી આરામ થાય છે.
  4. તુલસીના બીજ અને આંબા હળદર સરખા ભાગે લઈ બારીક ભૂકો કરી લઈ જનનેન્દ્રિય પર છાંટવાથી યોનીભ્રંશ - જનનેન્દ્રિય ખસી ગઈ હોય તો લાભ થાય છે. ગર્ભાવસ્થામાં પેટ વધુ પડતું વધી જાય તો પેઢા પર જે ચીરા જેવા કાપા પડે છે અને જેમાં કદી કદી ચળ આવે છે, તેમાં તુલસીનાં પાન પીસીને બનાવેલી પોટીશ ઘસવાથી સારુ થઈ જાય છે.
  5. તુલસીના રસમાં જીરુ વાટીને ગાયના  તાજા દોહેલા ઉષ્ણ દૂધની સાથે સેવન કરવાથી પ્રદર રોગમાં સુધારો થઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય સારુ થઈ જાય છે.
  6. પ્રસુતિ વખતે વેદના થતી હોય તો તુલસીનો રસ એક તોલો પીવડાવવાથી લાભ થાય છે અને સુવાવડ સરડતાથી થાય છે. તુલસીના મૂળિયા સ્ત્રીની કેડે બાંધવાથી પણ પ્રસવની વેદના ઓછી થઇને સૂખ પૂર્વક પ્રસવ થાય છે.


                   ઘણા રોગોથી મુક્તિ મળે છે. તુલસીદલ એક ઉત્કૃષ્ટ રસાયણ છે. તે ગતુલસી શરીરની વિધુતને જાળવી રાખે છે. તુલસીની માળા ધારણ કરનારનેરમ, ત્રિદોષ નાશક, રક્તવિકાર, તાવ, વાયુ, ખાંસી, કૃમિ વગેરેની નિવારક તથા હૃદયને હિતકારી છે. 

         તુલસી સૌંદર્યવર્ધક છે.  રક્તશોષક છે.  તુલસી રોગોને તો દૂર કરે જ છે,  તે ઉપરાંત બ્રહ્મચર્યના રક્ષણમાં અને યાદશક્તિ વધારવામાં અનુપમ સહાય કરે છે. 


તંદુરસ્તી માટે તુલસી અત્યંત લાભદાયક 




Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger