Friday, August 31, 2018
મીઠો લીમડો
મીઠા લીમડાને કળી પત્તા પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી તેનો ઉપયોગ રસોઈમાં થાય છે. રસોઈમાં ઘી કે તેલમાં વધારવાથી તે સ્વાદિષ્ટ થઈ જાય છે. તેના પાંદડા ખુબસુવાડા છે.તેના પાંદડામાંથી ઓક્સાલિક, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને નિકોટીન એસિડ મળે છે.
મીઠો લીમડો ભરપૂર ઐષધીય ગુણથી પરિપૂર્ણ છે. તેના પાંદડાની પેસ્ટ કરી પિમ્પલ પર લગાડવાથી તે મટે છે અને ડાઘ દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે. તેના પાવડરનું દરરોજ 3-4 ગ્રામ સેવન કરવાથી ડાયાબિટીસ મટે છે. તેને પાવડરને ચહેરા પર લગાડવાથી ચહેરાની ક્રાંતિ વધે છે. શરીર પર પણ લગાવી શકાય છે.
તેનું તેલ ત્વચા માટે ફાયદાકારક છે. તેને ફળ આવે છે તે પાકે ત્યારે દરરોજ તેને પીસ કરી 1 ચમચી લેવાથી રક્ત દોષ દૂર થાય છે.
રોજ સવારે 5-6 પત્તા મીઠો લીમડો 2-3 મહિના લેવાથી ફાયદો થાય છે. મીઠા લીમડાની જળો આંખો અને કિડની માટે ફાયદાકારક છે. મીઠા લીમડામાં આયૅન, ઝીંક, કોપર બીટા કોશિકાને નષ્ટ કરે છે. ડાયાબિટીસમાં કંટ્રોલ કરે છે. અને બ્લડસુગર લેવલ કમ કરે છે.
તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે. જે વાળની જડોને મજબૂત બનાવે છે.
મીઠા લીમડાનાં ઐષધિય પ્રયોગો :
- મીઠા લીમડાનાં પાંદડાને કપાળ પર લગાડવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.
- 5-10 મીઠા લીમડાનાં રસમાં મધ મિક્સ કરી પીવાથી ઉધરસનો વિકાર દૂર થાય છે.
- મોઠાના ચાંદા મટાડવા હોય તો લીમડાના બાફેલા પાણીથી કોગળા કરો અને અને 2-4 પાંદડા ચાવવાથી મોં ની ગંધ દૂર થાય છે.
- લીમડાને પાણીમાં વાટી ઉલટીમાં પીવાથી લાભ થાય છે.
- લીમડાના પાંદડામાં લીંબુ રસ મિક્સ કરી લેપ કરવાથી પિત્ત અને દાહમાં લાભ થાય છે.
Wednesday, August 29, 2018
એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
એલોવિરા આયુર્વેદનું એક વરદાન છે. ગુજરાતીમાં તેને કુંવારપાથુ, હિન્દીમાં ધી કુઆર અને સુંસ્કૃતમા ઘૃત કુઆરીકા કહે છે.
એલોવીરા જેલ માં એવા તત્વો આવેલા છે કે આપણી સ્કિન માટે ફાયદાકારક છે. સનબર્ન, પિમ્પલ પર લાગવી શકાય છે. ચહેરો સુંદર બનાવે છે.
શરીર પર લગાડવાથી શરીરની સ્ફૂર્તિ વધે છે અને સ્કિન સારી રહે છે.
એલોવિરા જેલ વાળ માટે પણ લાભદાયક છે.
એલોવિરા જેલમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ, સુગર, ઈન્ઝાઇન અને એમિનો એસિડ આવેલ છે.
વિટામિન A,C,એ અને B12 આવેલ છે.
તેમાં 90% સુધી પાણી છે.
એલોવિરા જેલ ના સેવનથી શરીરની ગંદકી જલદી બહાર આવે છે.
એલોવિરા જેલ અથવા તો એલોવીરા જેલ અને મધનું દરરોજ સેવન કરવાથી થતાં ફાયદા :
- ડાઇજિસ્ટ સિસ્ટમ માટે ફાયદા કારક છે. એલોવિરામાં લેકઝેટીલ પ્રોપટી ડાયજિસ્ટ સિસ્ટમને મેન્ટેઈન કરે છે. અને પાચન તંત્ર સારુ રાખે છે.
- દિલ માટે ફાયદાકારક છે.
- કોલેસ્ટ્રોન માટે રામ બાણ દવા છે.
- બ્લડનું સરક્યુલેશન મેન્ટેઈન રાખે છે.
-ટોકસીનને ફ્લશ કરી બહાર કાઠે છે.
- ચરબીમાં કંટ્રોલ કરે છે.
- વેઈટ લોસ માં મહત્વ પૂર્ણ છે.
- ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે.
- કેન્સર માટે પણ ફાયદા કારક છે.
- શરીરને હાઈડ્રેડ રાખે છે.
- બ્લડ સરક્યુલેશન માટે ઉપયોગી છે.
- ઘૂંટણના દર્દમાં પણ તે રાહત આપે છે.
- દઝાઈ સ્કિન પર પણ લાગવી શકાય છે. તેનાથી ફોલ્લો કે નિશાન રહેતું નથી અને દાહથી રાહત મળે છે.
- ડાયબિટમાં પણ સારુ છે.
- સરદર્દ અને માઈગ્રેઈનમાં પણ ફાયદાકારક છે. તેની જેલને કપાળ પર લગાડવાથી રાહત રહે છે.
- ઓરથોડાઈઝ અને લિવર માટે પણ ફાયદાકારક છે.
એલોવિરા ખેતરમાં, વાડામાં કે ઘરમાં કુંડામાં પણ વાવી શકાય છે અગર ન વાવી શકાય તો બજારમાં તૈયાર જેલ પણ મળે છે.
તેના સેવન તરીકે ઉપયોગમાં લઈએ ત્યારે તેમાં રહેલો પીળો રસ નીકળી લેવાનો રહેશે. તેને તોડ્યા બાદ 1-2 કલાક વાસણમાં ઉભું મૂકી રાખવાથી તે નીકળી જશે.
એલોવિરાના સેવનની રીત :
10 દિન લેવું પછી 10 દિન ગેપ કરવી.
સીમિત માત્રામાં લેવું. 1 ચમચી એલોવિરા + 1 ચમચી મધ
મધ વગર પણ લઈ શકાય છે.
ખાવાનું ખાતા પહેલાં લેવું. સવારે ખાલી પેટે પણ લઈ શકાય છે.
એલોવિરાનું સેવન કોને નહિ કરવું :
નાના છોકરા (12 સુધીના ) ને તેનું સેવન ન કરાવવું.
પેગનન્ટ લેડી અને બાળકને દૂધ પીવડાવતી લેડી પણ ન કરે.
કિડની પ્રોબ્લેમ હોય તે પણ ન કરે.
રેગ્યુલર ડીઝીઝ કે જેમની દવા ચાલતી હોય તે ન કરે અને કરવું હોય તો ડોક્ટરની સલાહ લઈને કરે.
Wednesday, August 22, 2018
અડૂસીના ગુણ અને ફાયદા
અડૂસી
અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.
અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.
અડૂસી
એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની
દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર
કરવામાં આવે છે.
તેનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ – બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.
સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ
હિતાવહ
છે.કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફહોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં
તકલીફ થતી હોય, તેમાં
અરડૂસીસારુ કામ કરે છે. અડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે.ક્ષયની આધુનિક દવા ચાલતી હોય
તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. અડૂસી ઉત્તમ ઉત્તેજક, કફનિઃસારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે, તેના ફૂલો, તીખાં, કડવા, તૂરા, મૂત્રજનન, કફધ્ન, જવરધ્ન અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે.
અડૂસી નો ઉપયોગ :
ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અડૂસીનાં પાન તથા તેનાં પુષ્પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો.
અડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર,
ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
અડૂસી ના રસ નો ઉપયોગ કરવાથી રક્તપિત્ત,લોહી ની
વાઉલ્ટીથવી,મળમૂત્ર માર્ગ થી લોહી પડવું ,દાત માંથી પડવું લોહી વગેરે જે રોગો ને મટી શકે છે.
રોગના પ્રાથમિક ઉપચાર
અળાઈ :
ચારોડુને ખાંડી અળાઈ ઉપર ઘસો
અપચો :
એલચી છોડા સાથે સાકરમાં ખાવી
અશક્તિ :
ખોરાક બંધ કરી છાશ પર જ રહેવું. લીંબુ, મધનો શરબત અને મોસંબીનો રસ લેવો.
અનિદ્રા:
પીપરીમૂળના ગંઠોડા અને ગોળ ભેગાં કરી લેવા.
અજીરણ :
ડુંગળીનો રસ દહીં સાથે આપવો. બધો ખોરાક બંધ કરી છાશ ઉપર રહો. તેમાં ફુદીનો, આદું, લસણ, કોથમીરની ચટણી બનાવીને નાખો.
અતિશય પરસેવો :
થોડું મીઠું લેવાનું રાખો.
આફરો :
હરડે, પીપરીમૂળ અને ગોળની ગોળીઓ કરી લેવી. ગરમ પાણીમાં લીંબુનો રસ એક એક તોલા સાથે પા તોલો સોડા-બાય-કાર્બ નાખી પીવું.
આંટણ :
દીવેલનાં મીંજને કાઢી તેને ગરમ કરી પોટિસ જેવું બનાવી ઉપર ચોપડવું.
આંખનું દુખવું :
કોથમીરનો રસ મુકવો. ઝાકળના પાણીથી ધોવી.
આંચકી :
આદુંનો રસ અને મધ મેળવીને આપવું
ઉલટી:
માયફળને ઘસી મધ સાથે પીવું , ફુદીનાનો રસ પીવો, બરફ ચૂસવો.
ઉધરસ :
અડુસીના પાનનો રસ પીવો.
કબજિયાત:
સીનામુખીનો ઉકાળો પીવો. હરડે વાટી ફાકો મારવો.
કમળો :
આરોગ્યવર્ધીની લેવી.
કફ :
લવિંગ ખાતા રહેવું, અરડૂસીનો રસ તોલો 1 અને મધ તોલો 1 મેળવી પીવો.
કમરનો દુઃખાવો :
આમળાં અને ગોખરુ વાટી મધમાં ચાટો.
કંઠરોગ :
મૂળા ખાવા.
કાનનું દુખવું :
આદુંનો રસ કાનમાં રેડવો.
કાનમાં રસી :
ત્રિફળાની બે ગોળીઓ સવાર સાંજ લેવી.
કાનમાં ખંજવાળ :
તલના તેલમાં લીમડાનાં પાન તળી તે તેલ કાનમાં રેડવું.
કાળજાનો રોગ:
સુરણ ખાવાનું રાખવું.
કોલેરા :
ડુંગળીનો રસ પીવો. ફુદીનાનું શરબત બનાવી પીવું.
કાંટો :
કાંટો ન નીકળે તો કાળિયો ગુંદર ચોપડો. ગરમ પાણી શીશીમાં ભરી તે ઉપર રાખવી.
કોઢ :
મંજીષ્ટાદિ કવાથ તોલા બે, પા શેર પાણીમાં ઉકાળી પીવો. માલકાંકણીનું તેલ, લીમડાનું તેલ મેળવીને એનું માલિશ કરવું.
કાળી ચામડી :
પચે તેવો ખોરાક લેવો.
ખરજવું :
પાપડખાર અને લીંબુનો રસ ચોપડવા. તલના તેલમાં લીમડાનાં પાન ઉકાળી એમાં સોમલગેરુ, વેસેલાઈન અને ઝીંક મેળવી બનાવી ચોપડવો.
ખસ :
ગંધક અને કપૂરનો મલમ લગાડવો.
ખંજવાળ:
લીમડાનાં પાનનો રસ ચીપડવો.
ખાંસી :
શોતોપલાદિ ચૂર્ણ લેવું, અરડૂસીનો રસ તોલો બે, આદુંના રસ સાથે લેવો.
ખોડો :
મીઠું અને લીંબુ ઘસવું. આમળાનું તેલ ઘસવું.
ખીલ :
દૂધની તર અને બદામ ઘસી ચોપડવી.
ગળું દુખવું :
ફટકડીના કોગળા કરવા,આમળાંને ઉકાળી તેમાં મધ નાખી કોગળા કરવા.
ગળફા :
અરડૂસીનો રસ તોલા બે, આદુંનો રસ તોલો એક અને મધ તોલો એક મેળવીને પીઓ.
ગાળાનું કેન્સર :
મીઠું બંધ કરો અને મંજીષ્ટાદિ કવાથ અને પ્રવાહી લો.
ગેસ :
બધો ખોરાક બંધ કરી છાશ પર જ રહો. છાશમાં ફુદીનો, આદું, લસણ, કોથમીરની ચટણી બનાવીને નાખો.
ગૂમડું :
લીલી હળદરનો રસ, પારાનો મલમ ચોપડવો.
ઘા :
મીઠાનું પાણી અગર મીઠું તેલ લગાડી ગોટાના ફૂલને દબાવવું. ફટકડી અગર કરોળિયાનું જાડું અગર રૂ બાળી ઉપર દાબવું.
ગોનોરિયા :
ધાણા, ગળો સમાન વજને લઈ કેળના રસ સાથે સવારસાંજ લો.
ચામડીના રોગ :
લસણ અને કોપરેલ ચોપડવા
ચાંદા :
માયું અને જેથિમધ અડધો તોલો લઈ ચૂર્ણ કરી મધમાં મેળવી મોઢામાં લગાડવું.
તાવ :
તુલસી અને કાળાં મરીનો ઉકાળો પાવો. સુદર્શનચૂર્ણ લેવું.
થાક લાગે તો ગાયનું ગરમ દૂધ પીવું.
ત્રિદોષ :
પરવળનું શાક ખાવું.
દાંતનું દુખવું :
લવિંગ વાટી દુખે ત્યાં રાખો, લોબાન અને સોનાગેરુ વાટી મૂકવું.
દાઝવું :
કળીચૂનાના પાણી સાથે તેલ ભેગું કરી ચોપડવું, થોડું ટરપેનટાઉન લગાડવું.
નસકોરી ફૂટવી :
ડુંગળી ભાંગી જોરથી સૂંઘાડવી, ખાઈએ તેમ મોઠું હલાવવું અને બોચી ઉપર ટાઢું પાણી રેડવું. હાઇટ્રોજન પેરોક્સાઇસનું પૂમડું મૂલવું.
નાકનું દુખવું :
દિવેલ ઊનું કરી સુંગવું.
પગમાં ચીરા :
કોકમનું ઘી ચોપડવું, જોડાને દિવેલ લગાડી નિયમિત પહેરવા.
પગનો થાક :
મીઠાના પાણીમાં બોળવા.
પેટમાં ચૂંક :
સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લેવું.
પેટમાં દર્દો :
કરેલા ખાવાથી મટે છે.
પિત્તાશય માટે :
લીંબુનો રસ લેવો.
પાયોરિયા :
લીલાં આમળાંનો રસ તોલા લઈ એમાં થોડી સાકાર ભેળવી પીવો. અને દાંતે તેલ સવાર સાંજ સારી રીતે ઘસો.
પીળા દાંત :
લીબું અને મીઠું ઘસો.
પેઠુમાં શૂળ :
સુંઠ, મરી અને પીપરનું ચૂર્ણ મેળવી ખાવું.
ફોલ્લી :
કપાળે વધતી ફોલ્લી ઉપર સોના ગેરુને ગુલાબજળમાં મેળવી ઘસવું.
બળિયા :
લિબોડીનું તેલ ચોપડવું. ખાડા ઉપર માખણ ને હળદર લગાડવી. જંગલી કેળાંના બી થોડે થોડે વખતે વાટીને ખાવા.
બરોળ :
પપૈયા ખાવાં. સરગવાની સીંગો ખાવી.
બ્લડપ્રેશર :
ચિત્તમાં શાંતિ રાખવી. બને એટલી નકામી ચિંતા કરવી નહિ. પેટ સાફ રહે તે માટે હરડે સવારમાં લેવી.
બોબડાપણું :
એ વ્યાધિ મનની નબળાઈનો છે.
બેભાન થાય તો સ્મેલિંગ સોલ્ટ અથવા ડુંગળી કાપી સૂંઘાડવી.
મસા :
ઘોડાનો વાળ બાંધવો.
મરડો :
ઇસબગોલના બી ખાવાં. દિવેલ, આદુંનો રસ અને લીંબુનો રસ દરેકને અર્ધો તોલો મેળવી સવારે ચાટી જવું. ભૂખ્યા રહી છાશ પીવી.
મધુપ્રમેહ :
બીલીપત્ર ખાવાં
મેલા હાથ :
લીબુંના રસમાં મીઠું નાખી હાથ ધોવા. ટંકણખાર પાણીથી ધોવા.
મૂત્રના રોગ :
જવનું પાણી છૂટથી પીવું.
મગજનાં રોગ થાય તો શિવાક્ષાર લેવો.
માથું દુખવું :
બદામનો લેપ ચોપડવો. સોનામુખીનો રેચ લેવો. કેફીસ્પિરિનની ગોળી ખાવી.
મરી ગયેલી ભૂખ :
લીબુનો રસ, આદુંનો રસ તથા મધ તોલા એક એક સાથે સોડા -બાઈ -કાર્બ નાખી પીવો.
મંદાગ્નિ :
લીબુનો રસ સાથે કાળીજીરી ઉકાળી લેવાનું રાખો.
મેલેરિયા થાય તો કવીનાઈન લેવું.
મોઠું આવવું :
જેઠીમધનું ચૂર્ણ લો.
યાદશક્તિ :
શંખાવલી તોલા બે, જેઠીમધનું ચૂર્ણ તોલા ચાર, આમળાં તોલા ચાર, એ બધાના ચૂર્ણને માખણ અને મધ સાથે ચાટવું. ઉપર ગાયનું તાજું દૂધ પીવું.
રક્તવિકાર :
મૂળા ખાઓ
રક્તપિત્ત :
પોઈની ભાજી ખાવી.
રતવા :
લીલી ધરોનો રસ આપવો અને ગુમડાં ઉપર તે રસ ચોપડવો. લીમડો, કડુ, હરડે, આમળાં અને સુખડ બે તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળી પાવું.
લોહીવા :
ભૂરું કોળું ખાવું.
લોહીનું દબાણ :
લસણની 7 કળી ઘીમાં સહેજ ગરમ કરીને ખાવી.
વધરાવળ :
પા તોલો આખી મેથી ગળો.
વધુ પેશાબ :
તેલ અને સાકાર ખવડાવવા. ફૂદુંનાનો રસ પીવો.
વધતો મેદ :
વાવડિંગનો ઉકાળો કાયમી લેવો. ઉકાળો ન લો તો વાવડિંગનું ચૂર્ણ પાણી સાથે લેવું.
ભોજન કેમ ઘટે :
ભોજનમાં ભાતની સાથે હીંગાષ્ટક તોલો અને ઘી તોલો ખાવાં.
વજન કેમ વધે -
દૂધ તોલા 10, પાણી તોલા 10 ને ઉકાળી પાણી બડી જાય એટલે આમળાનું સાદું જીવન તોલો 1ચાટી તે ઉપર ઉકાળેલું દૂધ પીવું.
વધુ પડતી ઊંઘ -
દિવસમાં ઊંઘવું નહિ. થાક લાગે એવું કામ કરવું અને વધારે ખાવું નહિ.
વિટામિન એ માટે દૂધ, બી માટે ઘઉં, સી માટે શાકભાજી, ડી માટે સૂર્યનાં કિરણ.
વાળનું ખરવું -
નાળિયેરનું દૂધ ઘસવું, કંકોડાની ગાંઠ ઘસી ચોપડવી.
વાસ -
ડુંગળીની વાસ માટે મીઠું ઘસવું અને ગ્યાસતેલની વાસ કાઠવા માટે નાગરવેલનું પાન ઘસવું.
વીંછીનું કરડવું -
મધ લગાડવું. બે નાગરવેલનાં પાન મીઠું નાખી ખાવાં, ડુંગળીનો રસ ચોપડવો, ફટકડીનું પાણી ચોપડવું.
સળેખમ -
અગ્નિ ઉપર મીઠું નાખી શ્વાસ લેવો.
સરાક -
મીણબત્તીનો રસ ચોપડવો.
શરદી -
કપુરવાળું તેલ ગરમ કરી, ગળે ઘસવું, આદુંનો રસ પીવો. ટેનિન ગ્લિસરીનના કોગળા કરવા.
સફેદ વાળ -
લીલું આમળું અને લીલી ગળોનો રસ સાકર નાખી હંમેશાં પીવો.
સંધિવા -
મેથીની ભાજી ખાવી.
સુક્તાન -
ટામેટાનો રસ પીવો.
સોજા -
તુલસીનાં પાન વાટી ચોપડવા. લીમડાનાં પાન ગરમ કરી બાંધવા.
સાપનું ઝેર -
ડંખ ઉપર ગ્યાસતેલ ત્રણ કલાક મૂકી રાખવું. ડુંગળી કાપી મૂકવી. પાંદડા ગરમ કરી બાંધવા.
શીતળા -
જંગલી કેળાંના બી એક એક વાટી પાંચ દિવસ ખાવાં.
સારણગાંઠ -
ઓપરેશન કરાવવું.
સુવારોગ -
આ રોગમાં સિતોપલાદિ, પીપરીમૂળ અને સુવાવડનો ઉકાળો આપવો.
હરસ -
ધોળાં રીંગણાં ખાવાં. સુરણનું શાક ખાવું. હરડે અને ગોળની ગોળી બનાવી ખાવી.
હડકાયું કૂતરું -
એનાં ઈન્જેકશન આવે છે તે લેવાં.
હેડકી -
નાગરવેલનું કોપરું સાકર સાથે ખાંડી ખાવું.
હિસ્ટીરિયા -
હળદરનો ધુમાડો ધરવો. ડુંગળી છુંદી સૂંઘાડવી, વાવડિંગને પાણીમાં ખૂબ ઉકાળી પછી ગાળી ઠરાવ દઈને તે પાણી પીવું.
હૃદયના રોગ -
કોબી ફ્લાવર ખાવાં.
હૃદયની ગભરામણ -
નિયમિત શરીરે તલના તેલનું માલિશ કરો. મનથી મજબૂત રહો.
હાથપગની તાણ -
વાવડિંગ તોલો પાંચને પાણી શેર પાંચમાં ઉકાળી અડધું રહે ત્યારે ગાળીને તે પાણી આખો દિવસ પીવું.
હાથીપણું -
ગાયનું મૂત્ર તોલા એમાં એક આનીભાર હળદર મેળવી સવારસાંજ પીઓ.
હાડકું ભાગવું -
લોબાનનો ધૂપ રાહત આપે છે.
ક્ષય -
તુલસીનાં પાન ખાવાં, ભૂરું કોળું ખાવું, લસણની પાંચ કળીના ટુકડા થોડા માખણ સાથે ગરમ કરી ખાવાં.
કરમિયા -
ઇંદ્રજવ વાટી પાવા, કેળના ફૂલ બાફી ખાવાં.
Friday, August 10, 2018
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
Priti
August 10, 2018
ડુંગળીનો ઉપયોગ, ડુંગળીનો રસ
No comments
ડુંગળી
વનસ્પતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ ડુંગળીનું નામ એલિયમ સેપા છે. એમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શ્યમ વગેરે હોઉં છે તેથી વિશેષ પ્રકારની દૂર્ગધ ધરાવે છે. ડુંગળીમાં જંતિનાશક ગુણ છે. એથી ડુંગળીનો રસ કોલેરા, પ્લેગ જેવાં રોગચાળામાં થોડો થોડો પીવું ફાયદાકારક છે.
ડુંગળીનાં રસથી પકાવેલું તેલ ઘા તેલ તરીકે વપરાય છે. તે જખમ રૂઝવે છે. પાકેલા વ્રણને શુદ્ધ કરીને મટાડે છે. ડુંગળીનો રસ અને અજમાનું ચૂર્ણ મેળવીને શરીરે ખરડ કરવાથી ફ્લુનો કે સુવાવડનો તાવ હળવો પડે છે. પસરસેવો વાળી દે છે અને શરીરમાં થતી વાયુની કળતર-અંગમર્દ મટાડે છે. ડુંગળીની ઉત્તેજક અને ઉગ્ર ગંધ મૂર્છિત માણસને સુંઘાડવાથી ભાનમાં આવે છે.
ડુંગળીની વિવિધ જાત :
ડુંગળીની ધોળી અને રાતી એવી બે જાતો છે,
જાડી મોટી અને નાની એવી પેટા જાતો પણ છે. રાતી ડુંગળીને રાજપલાડું કહે છે. એમાં ગુણ પણ વધારે છે. એલિસન નામનું ઉડ્ડયનશીલ તત્વ ડુંગળીમાં વધારે છે. એ એવું ઉગ્ર છે કે ડુંગળી સુધારાનારની આંખમાં પણ બળતરા થાય અને પાણી આવી જાય. આમ છતાં રાતી ડુંગળીમાં થોડી મધુરતા છે એથી ડુંગળી તીખી હોવા છતાં બહુ પિત્ત કરતી નથી. ડુંગળીનાં પદોમાં રેસા-સેલ્યુલોઝ એટલા બધા છે કે આંતરડામાં પચતાં એ વાયુ-ગેસ કરે છે. રાતી ડુંગળી જ્ઞાનતંતુ અને સ્નાયુ ઉપર વાયુ બારીક અસર કરે છે. ડુંગળી કફ મટાડે છે. ઊંઘ પણ લાવે છે.
સફેદ ડુંગળી વેરાવળની વખણાય છે. એ બહુ તેજ, તીખી અને ઉગ્ર છે. ગરમ અને ઉત્તેજક વધારે છે. શુક્રાણુની સંખ્યા વધારીને એને ગતિ પણ આપે છે. એને લીધે ડુંગળી કોમોત્તેજક છે. સંયમી પુરુષોને પણ ડુંગળી ખાવાથી સ્વપ્નદોષ થાય છે. ડુંગળી મૂત્રલ છે. એથી શરીરમાં ક્યાંય નકામું પાણી સંચિત થયું હોય એને બહાર કાઢી નાખે છે. પથરી પણ કાઢે છે. સોજા મટાડે છે. સ્ત્રીઓને આર્તવ સાફ લાવે છે. ડુંગળી લિવરનાં દર્દો ઉપર પણ ગુણકારી છે એથી કમળો અને પિત્તવિકારો મટે છે. ઉનાળામાં ડુંગળી લૂ લાગવા દેતી નથી. ડુગાસી ડુંગળીની ઉગ્રતા દૂર કરવા મટે એને ઝીણી સમારીને ચારપાંચ વખત પાણીથી ધોઈ લેવી જોઈએ. કૂતરાના કરડ ઉપર ડુંગળીનો રસ લગાડવાથી અને ડુંગળી ખાઈ લેવાથી હડકવાનો ભય ઓછો થઈ જાય છે.
લીલી ડુંગળીના ગુણ કાંદા જેવાં જ છે. ઉપરાંત એનાં પાનમાં રહેલ લીલપ ક્લોરોફીલનો વિશેષ લાભ લીવર મટે મળે છે. ડુંગળીનાં બીજ વાટીને પીવાથી પ્રમેહ મટે છે.
લીલી ડુંગળીના ગુણ કાંદા જેવાં જ છે. ઉપરાંત એનાં પાનમાં રહેલ લીલપ ક્લોરોફીલનો વિશેષ લાભ લીવર મટે મળે છે. ડુંગળીનાં બીજ વાટીને પીવાથી પ્રમેહ મટે છે.
ડુંગળીનાં ઉપયોગમાં સાવચેતી :
ડુંગળીનો ઉપયોગ પોતાની પ્રકૃતિ અને દેશની પ્રકૃતિ ઋતિની પ્રકૃતિ જોઈને કરવો જોઈએ. પિત્ત પ્રકૃતિવાળાઓએ તેમ જ ગરમ દેશના માણસોએ એનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. શિયાળામાં એનો પ્રમાણસર ઉપયોગ થાય તો હરકત નથી. નહિતર લોહીને ગરમ અને પાતળું કરે છે. એથી લોહી ગમે તે માર્ગેથી બહાર આવવા માંડે છે. ચક્કર આવે છે. માથાના વાળ ધોળા થઈને ખરી જાય છે. સ્ત્રીઓને અતિશય આર્તવ આવે છે. અને પુરુષોને શુક્રયાત વધીને પ્રમેહ પણ થઈ જાય છે.
ડુંગળીમાં રહેલો ફોસ્ફરસ અને ઉષ્ણ, તીક્ષ્ણ, ઉત્તેજક ગુણો જેને શરીરની સખત શ્રમ કરવાનો હોય છે. એને પચી જાય છે. અને વિકૃતિ કરતાં નથી. પરંતુ બેઠાડુ વ્યવસાય અને બુધ્ધીજીવીઓના શરીરમાં એ વિકૃતિ કરે છે.
Friday, August 3, 2018
અપચો અને તેનો ઈલાજ
અપચો :
'અપચો' એટલે અજીર્ણ, આ ફરિયાદ લગભગ રોજની થઈ ગઈ છે. કારણ કે, આ યત્રવત જીવનમાં માનવીને ન તો ખાવાનો ટાઈમ છે કે, ન તો સુવાનો, પરિણામે 'અપચો' પણ રોજની ફરિયાદ થઈ ગયો છેં.
અપચો થવાના કારણો :
- અનિયમિત ભોજન, ભૂખ ન પણ હોય તો પણ વારંવાર ખાવાની આદત, રાત્રે ખૂબ મોડા જમવાની આદત અથવા જમીને તરત જ સુવાની આદત.
- દરેક વખતે પેટ ભરીને જમવાની આદત. ભોજન ઠાંસી ઠાંસીને ખાવું.
- અતિસ્વાદિષ્ટ, મસાલાવાળા, તીખા, ખારા, ખાટા, પદાર્થોનું સેવન.
- ચા-કોફી દારૂનું અધિક સેવન.
- મંદ પચન શક્તિ.
- ઉતાવળે જમવું, જમતી વખતે વાતો કરવાની આદત, બરાબર ચાવી ચાવીને ન જમવું.
- કબજિયાત માટે રેચક દવાઓ લાંબા સમય સુધી લેવી.
- સગર્ભાવસ્થા દરમિયાન આ તકલીફ સામાન્ય છે.
- વધુ પડતા ઉપવાસ કરવાની આદત.
- પેટમાંનાં ચાંદા
- અન્નનળી કે હોજરીનો સોજો
- હાયેટસ હર્નિયા, અતિશય નબળાઈ, પેટમાનાં કરમિયા
- અતિશય ચિંતાવાળો, ક્રોધી, સ્વભાવ
- મળ, મૂત્રના વેગને રોકવાની આદત
અપચોના લક્ષણો :
- ખોરાકનું પાચન બરાબર થતું નથી
- ખાધેલા ખોરાકના ઓડકાર આવે પેટ ભારે ભારે લાગે, મોંમાં કડવાશ લાગે.
- છાતીમાં બળતરા થાય. આળસ, બેચેની જણાય, પેટમા ગડગડાટ થયા કરે.
- માથામાં દુઃખાવો થાય, શરીર દુઃખયા કરે. ભૂખ ઓછી થઈ જાય.
- વારંવાર મોં, જીભ આવી જાય, મોંમાં ચાંદા પડે.
- મોળ ચડે, ઉબકા આવે, જીભ પર સફેદ છારી બાજી જાય.
અપચોનો ઘરગથ્થુ ઈલાજ :
- ૠતુ પ્રમાણેનો સુપાચ્ય ખોરાક લેવો.
- જમતી વખતે કદી પણ વાતો ન કરવી જેથી ચાવી ચાવીને જમાય.
- રાત્રે મોડા ન જમવું, જો મોડા જમવાની આદત હોય તો જમીને તરત સુઈ ન જવું. જમીને ચાલવાની આદત રાખવી.
- ખોરાકમાં કાચા સલાડ તેમજ પ્રવાહીનો વધુ ઉપયોગ કરવો.
Wednesday, August 1, 2018
મેથીના વિવિધ ફાયદા
આમાશયનું રાસસ્ત્રાવ આનાથી વધે છે. સબળ થાય છે. અને આગળ આંત્રમાં યકૃત પિત્ત વધારે પ્રમાણમાં મળે છે અને આનાથી આ રીતે આમપાચન થાય છે. પેટમાં થતા નાના નાના કરમનો નાશ કરી આંતરડામાં આકુંચન પ્રક્રિયા કરે છે. આહાર રસમાંથી શોષણ પ્રક્રિયા વધુ થવાથી મલ ગાઢ બને છે.
આનાથી રસ સબળ બને છે. રસના સબળ બનવાથી રક્તાદિ ધાતુઓ બલવાન બને છે. ધાતુગત પચન ક્રિયા સતેજ બને છે. આનાથી ધાતુગત વિષ અને મળ બળી જાય છે. આ રીતે મેથી આમતાવાદી રોગોમાં લાભ આપે છે. અને શરીરને નિરોગી બનાવે છે.
મેથીના લોટનો પાક તથા તેના લાડુ બનાવી ખાવાથી શરીર માં બળ આવે છે. વાયુના દર્દો મટે છે. કમરનો દુખાવો કળતર સંધિવા મટે તે લેવાય છે. સુવાવડ પછી સ્ત્રીઓને તેના લાડુ ખાવા અપાય છે તેથી રજ દોષ દૂર થાય છે. અને ગર્ભાશય સંકોચન થાય છે.
- વાત કંટક: જેને કેલ્કેનિઅલ્સપર અથવા ઓસ્ટીઓફાઇડ કહેવામાં આવે છે. આમાં એડીની નીચે હાડકું વાંકું અને કંટક સમાન વધેલું હોય છે. આમાં દરરોજ અર્ધા અર્ધા તોલા મેથીનું ચૂર્ણ દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી આ રોગ મટે છે.
- અર્શ અથવા મસ્સામાં મેથીના બીનો ઉકાળો બનાવી લેવું આને દૂધમાં ઉકાળો બનાવી પીવાથી હરસમાં લોહી પાડવાનું બંધ થાય છે.
- જીર્ણ આમવાત : આમવાતની તીવ્રવસ્થા દૂર થયા પછી આમ અને લીન વિષ રક્તાદિ ધાતુઓમાં હોય, હૃદય નિર્બળ હોય ત્યારે દરદીને મેથીનું પાક આપવું. મેથી અને સૂઠનું ચૂર્ણ પાંચ પાંચ ગ્રામ દિવસમાં બેવાર ગોળ મેળવી લેવું.
- જીર્ણ આમાતિસાર મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે-સાંજે છાશ સાથે લેવું. છાશમાં જીરૂ અને સિંધાલૂણનો ઉપયોગ કરવો. જેમાં આમ વધવાથી પેટમાં તકલીફ થાય છે. અને આમવાતનું દસ્ત આવે છે. તેવા વિકારમાં મેથી હિતાવહ છે.
- માલવરોધ આંતરડા નબળા હોય તો મેથીનું ચૂર્ણ 5ગ્રામ સવારે સાંજે લેવું. ગોળ અથવા પાણી સાથે થોડા દિવસ લેતા રહેવું. મેથીથી લીવરને બળ મળે છે.
- સૂતિકા દૌર્બલ્ય: મેથીના લાડુ ખાવાથી અગ્નિમાંદ્ય, હાથ પગની તૂટ, કમરમાં દુખાવો, પેટમાં ભારેપણું વગેરે દૂર થઈ શરીર સ્વસ્થ બને છે.
મેથીના ઐષધી પ્રયોગો :
હાથ-પગની કળતર :
મેથીને પ્રથમ ઘીમાં શેકી લઈ, તેનો લોટ કરી લેવો પછી તેમાં ઘી-ગોળ ઉમેરીને લાડુ બનાવી લેવાં. આ લાડુ 8-10 દિવસ ખાવાથી હાથ-પગની કળતર, કમરનો દુઃખાવો, સંધિવાતની તકલીફ મટે છે.
બહુમૂત્રતા :
મેથી 3ભાગ, સૂઠ 1 ભાગ અને અજમો-1 ભાગનું ચૂરણ બનાવી મધ કે પાણી સાથે દિવસમાં 2-3 વાર લેવાથી લાભ થાય છે.
ડાયાબિટીસ :
મધુપ્રમેહમાં રોજ રાત્રે 15-20 ગ્રામ મેથી, 2 ગ્રામ હળદર, 1 કપ પાણીમાં પલાળી રાખી, સવારે તે મસળી, પાણી ગાળી લો. તે પાણી રોજ નરણે કોઠે પી જવું. મેથીનું શાક બનાવી ખાવું. મેથી શેકીને મુખવાસ તરીકે વાપરવી. દર્દની પૂરી પરેજી પાડવી. તેથી પેશાબમાં થતી સાકર બંધ થાય છે.
લૂ લાગવી :
મેથીને પાણીમાં 10-12 કલાક પલાળી રાખી, મેથી મસળી, તેનું પાણી ગાળી, તેમાં સાકર તથા મધ ઉમેરી દરદીને વારંવાર પાવાથી લૂની અસર દૂર થશે.
ધાવણ વધારવા :
મેથીનો લોટ 30 ગ્રામ, 250 ગ્રામ દૂધમાં રાત્રે પલાળી દેવો. બીજે દિવસે તે દૂધ ઉકાળવું અને માવા જેવું બને ત્યારે તેમાં 3 ચમચી શેકી, તેમાં 20 થી 30 ગ્રામ ગોળ નાખી, ગરમ કરી માતાએ દરરોજ ખાવું.
21 દિવસ ખાવાથી માતાને ખૂબ ધાવણ વધે છે.
પાયોરિયા :
રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ચાવીને ખાવી. રાત્રે સૂતી વખતે 2 ગ્રામ મેથી સાકર મેળવીને ખાવાથી લાંબા ગાળે લાભ થશે.
ડાયાબિટીસ :
મધુપ્રમેહમાં રોજ રાત્રે 15-20 ગ્રામ મેથી, 2 ગ્રામ હળદર, 1 કપ પાણીમાં પલાળી રાખી, સવારે તે મસળી, પાણી ગાળી લો. તે પાણી રોજ નરણે કોઠે પી જવું. મેથીનું શાક બનાવી ખાવું. મેથી શેકીને મુખવાસ તરીકે વાપરવી. દર્દની પૂરી પરેજી પાડવી. તેથી પેશાબમાં થતી સાકર બંધ થાય છે.
લૂ લાગવી :
મેથીને પાણીમાં 10-12 કલાક પલાળી રાખી, મેથી મસળી, તેનું પાણી ગાળી, તેમાં સાકર તથા મધ ઉમેરી દરદીને વારંવાર પાવાથી લૂની અસર દૂર થશે.
ધાવણ વધારવા :
મેથીનો લોટ 30 ગ્રામ, 250 ગ્રામ દૂધમાં રાત્રે પલાળી દેવો. બીજે દિવસે તે દૂધ ઉકાળવું અને માવા જેવું બને ત્યારે તેમાં 3 ચમચી શેકી, તેમાં 20 થી 30 ગ્રામ ગોળ નાખી, ગરમ કરી માતાએ દરરોજ ખાવું.
21 દિવસ ખાવાથી માતાને ખૂબ ધાવણ વધે છે.
પાયોરિયા :
રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ચાવીને ખાવી. રાત્રે સૂતી વખતે 2 ગ્રામ મેથી સાકર મેળવીને ખાવાથી લાંબા ગાળે લાભ થશે.
Tuesday, July 31, 2018
વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું
Priti
July 31, 2018
વર્ષા ઋતુમાં સ્વસ્થ, વર્ષાઋતુમાં
No comments
વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.
વર્ષાઋતુમાં અગ્નિ મંદ પડે છે, બળ નષ્ટ પામે છે, શરીરને વાતાદિ દોષો વિકૃત કરે છે. પરિણામે આ ઋતુમાં વાયુજનીત રોગો જેવાં કે સંધિવા, અંડતોડ, ભોજન બાદ પેટનું ફુલી જવું વગેરે વધે છે. આ ઉપરાંત ત્વચાગત વિકારો, રક્ત વિકાર, ઝાડા થઈ જવા, મલેરિયા, શરદી, જેવાં રોગો પણ થાય છે.
આયુર્વેદના કથન મુજબ સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શરીરની શુદ્ધિ કરાવી લેવી જોઈએ. જેથી અનેક રોગોથી બચી શકાય છે. વાયુનું શમન કરે તેવા સાધારણ ગરમ ઘી-તેલવાળા પદાર્થો લાભદાયી છે. ભાજી-પાનવાળા શાકભાજી ન ખાવા જોઈએ. સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું જોઈએ. જુના અન્ન, મગની દાળ અને મધ લાભદાયી છે. દહીં આ ઋતુમાં વર્જ્ય છે.
વર્ષાઋતુમાં નદી, નાળા, તળાવનું પાણી પીવું ન જોઈએ. કુવા કે નળ બોરનું પાણી પણ ઉકાળીને પીવું હિતાવહ છે. વહેલી સવારે અથવા વરસના વરસાદમાં આદું-ફુદિનાવાડી ગરમાગરમ ચા પીવી સ્વાસ્થય માટે ફાયદાકારક છે. વર્ષાઋતુમાં કિચડ પાણીથી હંમેશાં બચવું જોઈએ. આ ઋતુમાં તડકો પણ નુકશાનકારક છે.
આ ઋતુમાં શરીર પર તૈલાભ્યંગ કરવું લાભપ્રદ છે. જેથી વાયુના રોગોનું આક્રમણ શરીર પર નહિ થાય. બરફ, ફ્રીઝનું પાણી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિક્સ, લસ્સી, દિવસની નિંદ્રા, તડકે ફરવું નુકશાનકારક છે. ભીંજાયેલા વસ્ત્રો શરીર પર વધુ સમય પહેરી રાખવા ન જોઈએ નહીંતર શરદી અને ત્વચાના વિકારો થવાનો સંભવ રહે છે. આ ઋતુમાં યથાસંભવ જીવન વ્યતીત કરવું.
ઔષધપચારની દ્રષ્ટિએ પંચકોલ ચૂર્ણ, સુંઠ +ગોળ +ઘીની લાડુલી, ગરમાગરમ મસાલાવાળી ચા-કોફી લાભદાયી છે. અજીર્ણ અને કબજિયાત હોય કે માંદાગ્ની હોય તો દેહશુદ્ધીવટી ખૂબ જ લાભપ્રદ છે. અને શારીરિક બળ જાળવી રાખવા માટે ખાસ કરીને માદીફડ રસાયન એ સર્વોત્તમ ઔષધ છે. હાથ-પગ તૂટતા હોય અને ઉદરશુલ થતું હોય તો વિષતિડુકવતી ભોજન પછી 2-2 ગોળી પાણી સાથે લેવી જોઈએ.
Monday, July 23, 2018
ઘઉંના જવારાના ફાયદા
Priti
July 23, 2018
ઘઉંના જવારા, ઘઉંના જવારાના ફાયદા, ઘઉંના જવારાનો ઉપયોગ
No comments
ઘઉંના જવારાના ફાયદા :
ઘઉંના જવારાનો રસ એ પ્રકૃતિના ઉદરમાં છુપાયેલા ઔષધિના અખૂટ ભંડારમાંથી માનવને મળેલી એક અનૂપમ ભેટ છે.
ઘઉંના જવારાના રસમાં રોગોનો પ્રતિકાર કરીને તેમને નાબૂદ કરવાની એક અજબ શક્તિ છે. શરીર માટે એ એક શક્તિશાળી ટોનિક છે. એમાં કુદરતી સ્વરૂપમાં કાર્બોહાઇડ્રેડ, ઘણાંખરાં બધાં જ વિટામિનો અને ક્ષારો તથા ઉચ્ચ પ્રોટીન રહેલાં છે. એના સેવનથી અસંખ્ય લોકોએ વિવિધ પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવી છે.
જેમ કે,
મૂત્રાશયની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ, દમ, કમળો, લકવો, પાયોરિયા અને દાંતના બીજા રોગો,પેટનો દુખાવો, પંચંતત્રની નબળાઈ-અપચો, ગેસ,વિટામિન એ, બી વગેરેની ખામી,શારીરિક અને માનસિક નબળાઈ,આંખોની નબળાઈ, વાળ ધોળા થઈને ખરી પડવા, લાગેલા જખમ તથા દાઝેલી ચામડી
હજારો માંદા તેમજ નિરોગી લોકોએ પોતાના રોજિંદા ખોરાકમાં ફેરફાર કર્યા સિવાય ઘઉંના જવારાના રસથી ઘણાં ટૂંકા સમયમાં ચમત્કારિક લાભ મેળવ્યા છે. સ્વાનુભવથી તેઓ કહે છે કે જવારાના રસથી આંખ, દાંત અને વાળને ઘણો ફાયદો થાય છે. બંધકોષ મટી જાય છે. ઘણું વધારે કામ કરી શકાય છે. છતાં થાક લાગતો નથી.
ઘઉંના જવારા ઉગાડવાની રીત :
માટીના નવ કુંડા અથવા છાબડી લો. તેમાં ખાતર ભેળવેલી માટી નાખો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો. પહેલાં દિવસે એક કુંડામાં બધી માટી ઢંકાઈ જાય એટલા ઘઉં વાવવા, પાણી રેડવું અને કુંડાને છાયામાં મૂકવું. સૂર્યનો તાપ કુંડાને વધારે ન લાગે તેની કાળજી રાખવી.
આજ પ્રમાણે બીજા દિવસે બીજું કુંડુ વાવવું, એમ નાવમાં દિવસે નવમું કુંડુ વાવવું. બધાં કુંડાને દરરોજ પાણી પાવું નવમાં દિવસે પહેલાં કુંડામાં ઉગેલા ઘઉં કાપીને વાપરવા. ખાલી પડેલાં કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવાં. બીજા દિવસે બીજું કુંડુ, ત્રીજા દિવસે ત્રીજું કૂંડું એમ ચક્ર ચાલ્યા કરે
આ પ્રક્રિયામાં ક્યાંય પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ન કરવો. બપોરના સૂર્યનો સખત તાપ ન લાગે, સવાર કે સાંજના સૂર્યનો મંદ તાપ લાગે એવી જગ્યાએ કુંડાઓને રાખવાં.
સામાન્ય રીતે આઠ દશ દિવસમાં ઘઉંના જવારા પાંચથી સાત ઇંચના થશે. આવડા જવારામાં વધારેમાં વધારે ગુણ હોય છે. જવારા સાત ઈંચથી જેમ જેમ મોટા થતાં જાય તેમ તેમ તેનો ગુણ ઓછો થતો જાય છે. માટે પૂરેપૂરો લાભ લેવા જવારા સાત ઈંચથી મોટા થાય તે પહેલાં વાપરવા જોઈએ.
જવારા માટીની સપાટી પરથી કતાર વડે કાપી શકાય અથવા મૂળ સહિત ખેંચી લઈને પણ વાપરી શકાય. ખાલી પડેલાં કુંડામાં ફરીથી ઘઉં વાવી દેવા. આ રીતે દરરોજ ઘઉં વાવવાનું ચાલું રાખવાથી એક વખત શરૂ કર્યા પછી હંમેશા જવારા મળ્યા કરશે.
ઘઉંના જવારા બનાવવાની રીત :
જયારે સમયની અનુકૂળતા હોય ત્યારે જ જવારા કાપવા. કાપ્યા પછી તરત જ ખાંડવા. ખાંડેલા જવારાને કપડાથી ગાળીને રસ નીચોવી લેવો. આ પ્રમાણે એ જ જવારાને ત્રણેક વખત ખાંડીને નિચોવવાથી ઘણોખરો રસ નીકળી આવશે. ચટણી બનાવવાના કે તેવા બીજા મશીનથી પણ રસ કાઢી શકાય. રસ કાઢ્યા પછી વિલંબ કર્યાં વિના તરત જ પરંતુ ધીમે ધીમે પીવો. અનિવાર્ય કારણ સિવાય એક ક્ષણ પણ રસ પડી રહેવા દેવો નહિ. કારણ કે ક્ષણે ક્ષણે રસની ગુણવતા ઓછી થતી જાય છે. નરના કોઠે આ રસ પીવાથી વધારે ફાયદો થાય છે.
દિવસમાં ગમે ત્યારે જવારાનો રસ લઈ શકાય છે. પરંતુ રસ પીધા પહેલાં અને પીધા પછી અડધો કલાક સુધી કઈ ખાવું પીવું ન જોઈએ. શરૂઆતમાં કેટલાકને રસ પીધા પછી ઉબકા આવે છે, ઉલટી થાય છે. શરદી થાય છે. પરંતુ આથી ગભરાવું નહિ. શરીરના કેટલાક ઝેર એકઠાં થયાં હોવાની આ નિશાની છે. શરદી, ઝાડા, ઊલટી થવાથી શરીરમાં એકઠાં થયેલાં ઝેર નીકળી જશે.
જવારાના રસ કાઢતી વખતે તેમાં મધ, આદું, નાગરવેલનાં પાન(ખાવાનાં pan) ઉમેરી શકાય. આથી સ્વાદ અને ગુણમાં વધારો થાય છે. ઉબકા આવતા નથી. ખાસ ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં લીંબુનો રસ કે મીઠું કદાપિ ઉમેરવું નહિ.
રસ કાઢવાની અનુકૂળતા ન હોય તો જવારા ચાવીને ખાઈ શકાય. આથી દાંત અને પેઢાં મજબૂત થશે. દિવસમાં ત્રણ ચાર વખત થોડા થોડા જવારા ચાવવાથી મુખમાંથી ખરાબ વાસ આવતી હોય તો અટકી જશે. ઈચ્છા હોય તો દરરોજ બે કે ત્રણ વખત જવારાનો રસ લેવો.
ઘઉંના જવારા બનાવવાની રીત :
જયારે સમયની અનુકૂળતા હોય ત્યારે જ જવારા કાપવા. કાપ્યા પછી તરત જ ખાંડવા. ખાંડેલા જવારાને કપડાથી ગાળીને રસ નીચોવી લેવો. આ પ્રમાણે એ જ જવારાને ત્રણેક વખત ખાંડીને નિચોવવાથી ઘણોખરો રસ નીકળી આવશે. ચટણી બનાવવાના કે તેવા બીજા મશીનથી પણ રસ કાઢી શકાય. રસ કાઢ્યા પછી વિલંબ કર્યાં વિના તરત જ પરંતુ ધીમે ધીમે પીવો. અનિવાર્ય કારણ સિવાય એક ક્ષણ પણ રસ પડી રહેવા દેવો નહિ. કારણ કે ક્ષણે ક્ષણે રસની ગુણવતા ઓછી થતી જાય છે. નરના કોઠે આ રસ પીવાથી વધારે ફાયદો થાય છે.
દિવસમાં ગમે ત્યારે જવારાનો રસ લઈ શકાય છે. પરંતુ રસ પીધા પહેલાં અને પીધા પછી અડધો કલાક સુધી કઈ ખાવું પીવું ન જોઈએ. શરૂઆતમાં કેટલાકને રસ પીધા પછી ઉબકા આવે છે, ઉલટી થાય છે. શરદી થાય છે. પરંતુ આથી ગભરાવું નહિ. શરીરના કેટલાક ઝેર એકઠાં થયાં હોવાની આ નિશાની છે. શરદી, ઝાડા, ઊલટી થવાથી શરીરમાં એકઠાં થયેલાં ઝેર નીકળી જશે.
જવારાના રસ કાઢતી વખતે તેમાં મધ, આદું, નાગરવેલનાં પાન(ખાવાનાં pan) ઉમેરી શકાય. આથી સ્વાદ અને ગુણમાં વધારો થાય છે. ઉબકા આવતા નથી. ખાસ ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં લીંબુનો રસ કે મીઠું કદાપિ ઉમેરવું નહિ.
રસ કાઢવાની અનુકૂળતા ન હોય તો જવારા ચાવીને ખાઈ શકાય. આથી દાંત અને પેઢાં મજબૂત થશે. દિવસમાં ત્રણ ચાર વખત થોડા થોડા જવારા ચાવવાથી મુખમાંથી ખરાબ વાસ આવતી હોય તો અટકી જશે. ઈચ્છા હોય તો દરરોજ બે કે ત્રણ વખત જવારાનો રસ લેવો.
Saturday, July 21, 2018
ડબ્બાપેક ફળોના રસ નુકસાનકારક
Priti
July 21, 2018
ડબ્બાપેક ફળોના રસ, ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા
No comments
ડબ્બાપેક ફળોના રસની નુકસાનકારકતા
ડબ્બાપેક ફળોના રસ ક્યારે પણ વાપરવા નહિ. તેમાં બેન્જોઈક એસિડ હોય છે. આ એસિડ જો જરા પણ કુમળી ચામડીને સ્પર્શે તો ફોલ્લા થઈ જાય.
વળી તેમાં વપરાતું સોડિયમ બેન્ઝોઈક નામનું રસાયણ જો કૂતરું પણ બે ગ્રામ જેટલું ખાય તો તત્કાળ મરણ પામે. ફળોનો રસ, કન્ફેકસરી જામ, જેલી, અથાણાં વગેરેમાં ઉપરનાં રસાયણો વાપરવામાં આવે છે.
'ફ્રેશફ્રુટ' ના લેબલ નીચે મળતી કોઈ પણ બોટલ કે ડબ્બામાં તાજાં ફળો કે તેનો રસ ક્યારેય હોતાં નથી. બજારમાં 'ઓરેન્જ' નામે વેચાતો રસ કદાપિ સંતરાં-નારંગીનો રસ હોતો નથી. તેમાં ખાંડ, સેકરીન અને કૃત્રિમ રંગો જ વપરાય છે. જે દાંત અને આંતરડાને નુકસાન કરીને આખરે કેન્સરને જન્મ આપે છે.
સૌ પ્રથમ તો ફળને ફનફણતા ગરમ પાણીથી ધોવાય છે. પછી તેને રાંધવામાં આવે છે. ઉપરની છાલ કાઠી લેવાય છે. તેમાં ચાસણી નંખાય છે. અને રસ તાજો રહે તે માટે તેમાં વિવિધ રસાયણો નંખાય છે. તેમાં કેલ્શિયમ નાઇટ્રેટ, એલમ અને મેગ્નેશિયમ ક્લોરાઈડ ઉમેરાય છે. જેને કારણે આંતરડામાં ચાંદા પડે છે. કીડનીને હાનિ થાય છે. પેઢા સૂજી જાય છે. જે લોકો પુલાવ માટે બજારમાંથી વટાણા વાપરે છે. તેને લીલા અને તાજા રાખવા માટે તેમાં મેગ્નેશિયમ ક્લોરાઈડ નામનું ઝેરી રસાયણ વપરાય છે. એરીથ્રોસીન નામનું રસાયણ કોકટેલમાં વપરાય છે. ટામેટાના રસમાં નાઇટ્રેટસ ઉમેરાય છે. શાકભાજી કે ફળોને ડબ્બાપેક કરતી વખતે શાકભાજી કે ફળોમાં જે મીઠું વપરાય છે તે સાધારણ મીઠા કરતાં 45 ગણું નુકસાનકારક હોય છે.
આથી પોતાનાં તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય માટે અને મહેમાનોને ફેશન માટે પણ આવા ડબ્બાપેક ફળો કે શાકભાજી આપીને સ્વાસ્થ્યને કાયમી જોખમાવશો નહિ.
આથી પોતાનાં તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય માટે અને મહેમાનોને ફેશન માટે પણ આવા ડબ્બાપેક ફળો કે શાકભાજી આપીને સ્વાસ્થ્યને કાયમી જોખમાવશો નહિ.
Friday, July 20, 2018
કયો રસ ક્યારે વાપરવો
Priti
July 20, 2018
ફળના રસના ફાયદા, માથાનાં દુખાવામાં ફળના રસનો ઉપયોગ, શાકભાજીના રસનો ઉપયોગ
No comments
ફળના રસના ફાયદા :
ભૂખ લગાડવા માટે :
ભૂખ લગાડવા માટે :
બે ભાગ ટામેટાનો રસ, એક ભાગ અનેનાસનો રસ જમ્યા પહેલાં ફક્ત 100-125 ગ્રામ લેવો. સવારે નરણે કોઠે લીંબુનું પાણી પીવું. જમ્યા પહેલાં આદુનું કચુંબર સિંધવ સાથે લેવું.
રક્તશુદ્ધિ :
લીંબુ, ગાજર, કોબી, બીટ, ટામેટાં, પાલખ અને સફરજનનો રસ લેવો.
દમ :
બીટ, કોબી, ગાજર, મીઠી દ્રાસનો રસ, ભાજીના સૂપ અથવા મગનો સૂપ બકરીનું દૂધ સારું. ઘી, તેલ, માખણ વર્જિત છે.
લોહીનું ઉંચું દબાણ :
ગાજર, દ્રાક્ષ, સંતરાં, મોસંબી અને ઘઉંના જવારાનો રસ. માનસિક તેમજ શારીરિક આરામ જરૂરી છે.
કમળો:
દ્રાસ, સફરજન, રાસબરી, મોસંબી, સંતરાં, દ્રાક્ષની ગેરહાજરીમાં કાળી દ્રાક્ષ તેમજ કિસમિસનું પાણી.
ખીલના ડાઘા :
ગાજર, તડબૂચ, કાંદા, તુલસી અને પાલખનો રસ.
સંધિવા :
ગાજર, પાલખ, કાકડી, કોબી, કોથમીરનો રસ તથા નારિયેળ તેમજ સફરજન અને ઘઉંના જવારા.
એસીડીટી :
ગાજર, પાલખ, કાકડી, તુલસીનો રસ. ફળોનો રસ વધારે લેવો. દ્રાસ, મોસંબી, સંતરાંનો રસ તેમજ દૂધ પણ લાભદાયક છે.
કેન્સર :
ઘઉં જવારા, ગાજર અને દ્રાક્ષનો રસ.
ગોરા થવા માટે :
સવારે બપોરે ટામેટાનો રસ લેવો. નાળિયેળના પાણીથી ચહેરો સાફ કરવો.
ખસ-ગુમડાં :
ગાજર, પાલખ, કાકડી અને થોડો લસણનો રસ. કોબી અને કોપરાનો રસ.
કોલાઈટિસ :
ગાજર, પાલખ અને પાઇનેપલનો રસ. 70 ટકા ગાજરના રસ સાથે બાકીનો રસ સપ્રમાણ. બીટ, કોપરું, કાકડી, કોબીના રસની કોકટેલ પણ ઉપયોગી છે.
અલ્સર :
દ્રાક્ષ, ગાજર, કોબીનો રસ. સાથે થોડું દૂધ લેવું.
શરદી-કફ :
મૂળા, લસણ, ગાજરનો રસ, મગ અથવા ભાજીના સૂપ.
બ્રોંકાઈટીસ :
પપૈયું, ગાજર, સંતરાં, મોસંબી, પાઈનેપલનો રસ, મગનો સૂપ, મીઠા ફળોનો રસ, સ્ટાર્ચવાળો ખોરાક વર્જિત.
દાંત આવતા બાળક માટે :
પાઇનેપલનો રસ થોડું લીંબુ ઉમેરી રોજ 100-125 ગ્રામ આપવું.
લોહીની વૃદ્ધિ માટે :
મોસંબી, દ્રાક્ષ, સંતરાં, પાલખ, ટામેટાં, બીટ, સફરજન, રાસબરીનો રસ રાત્રે. પલાળેલ ખજૂરનું પાણી સવારે. કેળાં પણ ઉપયોગી છે.
સ્ત્રીઓના માસિક ધર્મની તકલીફ :
દ્રાક્ષ, પાઈનેપલ તેમજ રાસબરીનો રસ.
આંખોના તેજ માટે :
ગાજરનો રસ તેમજ કોથમીરનો રસ શ્રેષ્ઠ છે.
અનિદ્રા :
દ્રાક્ષ અને સફરજનનો રસ.
વજન વધારવા માટે :
પાલખ, ગાજર, બીટ, કોપરું, કોબીના રસની કોકટેલ, દૂધ, દહીં, સૂકો મેવો, દ્રાક્ષ અને સફરજનનો રસ.
વજન ઘટાડવા :
પાઈનેપલ, કોબી, તડબૂચનો રસ, લીબુંનો રસ.
ડાયાબિટીસ :
કોબી, ગાજર, કોપરું અને પાલખનો રસ.
પથરી :
પાંદડાવાળી ભાજીઓ લેવી નહિ. કાકડીનો રસ શ્રેષ્ઠ છે. સફરજન અથવા ગાજરનો રસ તેમજ કોળાનો રસ પણ મદદરૂપ થાય. ભોજન પછી કાળીબૂટી પાણીમાં 1-1 ગ્રામ લો.
માથાનો દુખાવો :
કાકડી, બીટ, કોબી, ગાજર, અને કોપરાની કોકટેલ.
કિડનીના દર્દો :
ગાજર, પાલખ, કાકડી, અને કોપરાંનો રસ.
ફલ્યુ :
મોસંબી અથવા ગાજરનો રસ.
પાયોરિયા :
ઘઉંના જવારા, ગાજર, કોપરું પાલખ, કાકડી અને સુવાની ભાજીનો રસ. કાચું ઘણું ખાવું.
હરસ :
મૂળાનો રસ શ્રેષ્ઠ.
એસીડીટી :
ગાજર, પાલખ, કાકડી, તુલસીનો રસ. ફળોનો રસ વધારે લેવો. દ્રાસ, મોસંબી, સંતરાંનો રસ તેમજ દૂધ પણ લાભદાયક છે.
કેન્સર :
ઘઉં જવારા, ગાજર અને દ્રાક્ષનો રસ.
ગોરા થવા માટે :
સવારે બપોરે ટામેટાનો રસ લેવો. નાળિયેળના પાણીથી ચહેરો સાફ કરવો.
ખસ-ગુમડાં :
ગાજર, પાલખ, કાકડી અને થોડો લસણનો રસ. કોબી અને કોપરાનો રસ.
કોલાઈટિસ :
ગાજર, પાલખ અને પાઇનેપલનો રસ. 70 ટકા ગાજરના રસ સાથે બાકીનો રસ સપ્રમાણ. બીટ, કોપરું, કાકડી, કોબીના રસની કોકટેલ પણ ઉપયોગી છે.
અલ્સર :
દ્રાક્ષ, ગાજર, કોબીનો રસ. સાથે થોડું દૂધ લેવું.
શરદી-કફ :
મૂળા, લસણ, ગાજરનો રસ, મગ અથવા ભાજીના સૂપ.
બ્રોંકાઈટીસ :
પપૈયું, ગાજર, સંતરાં, મોસંબી, પાઈનેપલનો રસ, મગનો સૂપ, મીઠા ફળોનો રસ, સ્ટાર્ચવાળો ખોરાક વર્જિત.
દાંત આવતા બાળક માટે :
પાઇનેપલનો રસ થોડું લીંબુ ઉમેરી રોજ 100-125 ગ્રામ આપવું.
લોહીની વૃદ્ધિ માટે :
મોસંબી, દ્રાક્ષ, સંતરાં, પાલખ, ટામેટાં, બીટ, સફરજન, રાસબરીનો રસ રાત્રે. પલાળેલ ખજૂરનું પાણી સવારે. કેળાં પણ ઉપયોગી છે.
સ્ત્રીઓના માસિક ધર્મની તકલીફ :
દ્રાક્ષ, પાઈનેપલ તેમજ રાસબરીનો રસ.
આંખોના તેજ માટે :
ગાજરનો રસ તેમજ કોથમીરનો રસ શ્રેષ્ઠ છે.
અનિદ્રા :
દ્રાક્ષ અને સફરજનનો રસ.
વજન વધારવા માટે :
પાલખ, ગાજર, બીટ, કોપરું, કોબીના રસની કોકટેલ, દૂધ, દહીં, સૂકો મેવો, દ્રાક્ષ અને સફરજનનો રસ.
વજન ઘટાડવા :
પાઈનેપલ, કોબી, તડબૂચનો રસ, લીબુંનો રસ.
ડાયાબિટીસ :
કોબી, ગાજર, કોપરું અને પાલખનો રસ.
પથરી :
પાંદડાવાળી ભાજીઓ લેવી નહિ. કાકડીનો રસ શ્રેષ્ઠ છે. સફરજન અથવા ગાજરનો રસ તેમજ કોળાનો રસ પણ મદદરૂપ થાય. ભોજન પછી કાળીબૂટી પાણીમાં 1-1 ગ્રામ લો.
માથાનો દુખાવો :
કાકડી, બીટ, કોબી, ગાજર, અને કોપરાની કોકટેલ.
કિડનીના દર્દો :
ગાજર, પાલખ, કાકડી, અને કોપરાંનો રસ.
ફલ્યુ :
મોસંબી અથવા ગાજરનો રસ.
પાયોરિયા :
ઘઉંના જવારા, ગાજર, કોપરું પાલખ, કાકડી અને સુવાની ભાજીનો રસ. કાચું ઘણું ખાવું.
હરસ :
મૂળાનો રસ શ્રેષ્ઠ.
કેળાંના વિવિધ ફાયદા
Priti
July 20, 2018
કેળાં, કેળાના ફાયદા, કેળાનો ઉપયોગ, કેળાંનો વિવિધ રોગમાં ઉપયોગ
No comments
કેળા :
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે કેળાં જલદી પચતાં નથી અને કબજિયાત કરે છે. પૂરા પાકેલાં ન હોય એવાં કેળાં નીચે પડી જાય, જેની છાલ પર કાળી ટપકી આવી જાય એવાં કેળાં બરાબર પાકેલાં કહેવાય. આવા કેળાં સુપાચ્ય છે.
ખાદ્ય ફળોમાં કેળાં શ્રેષ્ઠ છે. નિયમિત રીતે કેળાનો ઉપયોગ કરવાથી શરીરમાં માંસ અને લોહીની વૃદ્ધિ થાય છે. શરીર સશક્ત બને છે. એશિયામાં જિમ્નેસ્ટિકમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રકના વિજેતા ચીની ખેલાડી લીનિંગનું કહેવું છે કે તેની સફળતાનું રહસ્ય કેળાં છે. વજન વધારવા માટે કેળાં વરદાનરૂપ છે.
રોગોમાં કેળાનો ઉપયોગ :
કેળામાં રહેલી સાકાર આંતરડામાં ઉત્પન્ન થતાં અનેક હાનિકારક જીવાણુઓની વૃદ્ધિને અટકાવે છે, આંતરડાના સડાને રોકે છે. આંતરડાંના રોગોમાં કેળાં ઉત્તમ પ્રાકૃતિક ઔષધી છે. અને અમ્લતા જન્ય રોગોને દૂર છે.
મધુપ્રમેહ-ડાયાબિટીસ :
કાચાં કેળાં તડકામાં સૂકવીને તેનો લોટ બનાવો. 10 ગ્રામ લોટ દૂધ સાથે લેવાથી લાભ થાય છે.
જે કેળાં પાકીને ગળી જવા માંડ્યા હોય, જેની છાલ કાળી પડવા લાગી હોય છોલીને તેના ગર્ભને હાથથી બરાબર મસળી નાખવો. પછી તેમાં તેનાથી અડધા પ્રમાણમાં ચોખાની ભૂસી મેળવીને 2-3 દિવસ ગરમ જગ્યામાં રાખી મૂકો. ચોથા દિવસે એક વાસણમાં એ બધું રાખીને વાસણને જરા વાંકુ કરીને મૂકો. થોડીવારમાં કેળાંનો રસ અલગ તરી આવશે. આ રસ 50-50 ગ્રામ સવાર સાંજ પીવાથી ડાયાબિટીસના રોગમાં લાભ થાય છે. નવ બિલીપત્ર ચાર કાળા મરી વાટીને એક ગ્લાસ પાણીમાં મેળવીને ગાળી લો. સવારે નરના કોઠે પીને થોડા હરો ફરો. અઠવાડિયામાં એક દિવસ રજા પાડો. આથી પણ ડાયાબિટીસમાં રાહત થાય છે.
બાળકો માટી ખાતાં હોય તો ખૂબ પાકેલાં કેળાં મધ સાથે ખવડાવવાથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જાય છે.
સ્વપનદોષ :
બરાબર પાકેલાં બે કેળાં લઈને છોલીને બરાબર મસળી નાખવાં. તેમાં લીલાં આમળાંનો રસ 10 ગ્રામ અને શુદ્ધ મધ 10 ગ્રામ મેળવીને દરરોજ સવાર સાંજ ચાટી જવા. થોડાક જ દિવસના સેવનથી સ્વપ્નદોષથી છુટકારો થઈ જશે.
બાળકો માટી ખાતાં હોય તો ખૂબ પાકેલાં કેળાં મધ સાથે ખવડાવવાથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જાય છે.
સ્વપનદોષ :
બરાબર પાકેલાં બે કેળાં લઈને છોલીને બરાબર મસળી નાખવાં. તેમાં લીલાં આમળાંનો રસ 10 ગ્રામ અને શુદ્ધ મધ 10 ગ્રામ મેળવીને દરરોજ સવાર સાંજ ચાટી જવા. થોડાક જ દિવસના સેવનથી સ્વપ્નદોષથી છુટકારો થઈ જશે.
Thursday, July 19, 2018
મધના વિવિધ ફાયદા
Priti
July 19, 2018
મધ, મધના ફાયદા, મધનો ઉપયોગ, મધનો દવામાં ઉપયોગ
No comments
મધના ફાયદા :
મધ એ મનુષ્યને કુદરતની ઉત્તમ ભેટ છે. એ પંચામૃતમાંનું એક અમૃત છે. મધ આયુર્વેદની મોટા ભાગની દવાઓ માટે શ્રેષ્ટ અનુપાન છે.
મધમાં કુદરતી રીતે જ શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. તે તરત જ શક્તિ અને ગરમી આપીને માંસપેશીઓને બળ પૂરુ પાડે છે. રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી ઉંઘ બરાબર આવી જાય છે. પેટ સાફ આવે છે. નરણે કોઠે મધ-લીંબુનું શરબત ભૂખ લગાડે છે.
મધમાં કુદરતી રીતે જ શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. તે તરત જ શક્તિ અને ગરમી આપીને માંસપેશીઓને બળ પૂરુ પાડે છે. રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી ઉંઘ બરાબર આવી જાય છે. પેટ સાફ આવે છે. નરણે કોઠે મધ-લીંબુનું શરબત ભૂખ લગાડે છે.
મધ જીવાણુઓનો નાશ કરે છે. ટાઈફોઈડ અને ક્ષયના દર્દીઓ માટે ઉત્તમ છે. હજારો વર્ષો સુધી મધ બગડતું નથી. મધ બાળકોના વિકાસમાં ઘણું ઉપયોગી છે. જે બાળકને શરૂઆતના નવ માસ મધ આપવામાં આવે તેને છાતીના રોગ ક્યારે પણ થશે નહિ. મધથી આંતરડાને ઉપયોગી એવાં એસીકોકલિસ જીવાણુઓની વૃદ્ધિ થાય છે. મધ દુર્બળ અને સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ પોષક આહાર છે. મધ દીર્ધાયુ બક્ષે છે.
દુર્બળતા દૂર કરીને શક્તિ વધારવા માટે મધ જેવી ગુણકારી વસ્તુ વિશ્વમાં બીજી કોઈ નથી. શરીરની માંસપેશીઓને શક્તિ આપે છે.મધ શ્રેષ્ઠ અનુપાન છે.મધથી મંદાગ્નિ મટીને ભૂખ લાગે છે. વીર્યની વૃદ્ધિ કરે છે. આબાલવૃદ્ધ બધાંને માટે મધ ગુણકારી છે. બાળકને જન્મ સાથે જ આપી શકાય તેવું એક માત્ર ભોજન મધ છે.
મધમાંના ખનીજ તત્વો રક્તના લાલ કણોની વૃદ્ધિમાં સહાયક બને છે. ગર્ભવતી અને પ્રસૂતા માતાએ પણ બાળકના હિતાર્થે મધનું સેવન કરવું જોઈએ. રોગી અને કમજોરને મધ શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, શારીરિક પરિશ્રમ કરનારાઓને તે શક્તિ આપે છે, કારણ કે તેને પચાવવામાં શક્તિ વાપરવી પડતી નથી અને શક્તિનો ભંડાર મળે છે. મધના આ ગુણોનું કારણ તે પાંચમહાભૂતોનો સાર છે, અંતિમ રસ છે. મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે અને સાથે સાથે શરીરના રંગને નીખારવાનું, ચામડીને કોમળ બનાવવાનું અને સૌંદર્ય વધારવાનું કાર્ય પણ કરે છે. ચહેરા અને શરીર પર જો મધ ઘસવામાં આવે તો સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.
મધ,લીંબુ,વેસન અને પાણીનું મિશ્રણ ચહેરા પર ઘસીને પછી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે. મધના સેવનથી કંઠ મધુર, સુરીલો અને વાણી મીઠી બને છે, દૈવી ગુણોની વૃદ્ધિ થાય છે. મનુષ્ય વિવેકપૂર્ણ અને ચારિત્ર્યવાન બને છે.
મધ શરીર-મન-હૃદયનું દૈર્બલ્ય, દમ, અપચો, કબજિયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનિદ્રા, થકાવટ, વાયુવિકાર તથા અન્ય અસંખ્ય રોગોમાં અચૂક દવા છે.
મધ દરેક ખાદ્ય પદાર્થ સાથે લઈ શકાય છે. ધારોષ્ણ દૂધ અને ફળોના રસમાં મધ લઈ શકાય છે. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશા હિતાવહ છે. મધને ગરમ કરવું જોઈએ નહિ. માછલી, દૂધ, મધ સાથે ખાવાથી સફેદ કોઢ થાય છે. કમળબીજ, મૂળા, માંસ સાથે મધ લઈ શકાય નહિ. ઘી, તેલ જેવા ચરબીયુક્ત પદાર્થ સાથે મધ સમાન માત્રામાં લેવું વિષ સમાન છે.
દુકાનોમાં વેચાતું, લેબોરેટરીઓમાં પાસ કરાયેલું, બાટલામાં પેક કરેલું કૃતિમ મધ એટલો ફાયદો નથી કરતુ જેટલો ફાયદો અસલી મધથી થાય છે.
મધ શરીર-મન-હૃદયનું દૈર્બલ્ય, દમ, અપચો, કબજિયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનિદ્રા, થકાવટ, વાયુવિકાર તથા અન્ય અસંખ્ય રોગોમાં અચૂક દવા છે.
મધ દરેક ખાદ્ય પદાર્થ સાથે લઈ શકાય છે. ધારોષ્ણ દૂધ અને ફળોના રસમાં મધ લઈ શકાય છે. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશા હિતાવહ છે. મધને ગરમ કરવું જોઈએ નહિ. માછલી, દૂધ, મધ સાથે ખાવાથી સફેદ કોઢ થાય છે. કમળબીજ, મૂળા, માંસ સાથે મધ લઈ શકાય નહિ. ઘી, તેલ જેવા ચરબીયુક્ત પદાર્થ સાથે મધ સમાન માત્રામાં લેવું વિષ સમાન છે.
દુકાનોમાં વેચાતું, લેબોરેટરીઓમાં પાસ કરાયેલું, બાટલામાં પેક કરેલું કૃતિમ મધ એટલો ફાયદો નથી કરતુ જેટલો ફાયદો અસલી મધથી થાય છે.
















